ગુજરાતમાં આ જગ્યાએ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

PC: facebook.com/imBhupendrasinh

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની યુનિવર્સિટીઓમાં પરીક્ષા યોજવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં GTU સહિતની યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવા માટે નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષા યોજવી કે, ન યોજવી તે બાબતે GTU દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન પરીક્ષા યોજવાના બાબતે 54,000 વિદ્યાર્થીઓએ સમર્થન આપ્યું હતું. જેના કારણે સરકાર દ્વારા GTU સહિતની યુનિવર્સિટીઓમાં પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝેસનનું પણ ધ્યાન રાખવામાં આવશે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત જણાવ્યું હતું કે, GTUની પરીક્ષાનો પ્રારંભ થાય છે. પરીક્ષા લેવાવાની છે જ. આ પરીક્ષા લેવી ન લેવી તે બાબતે રજૂઆત અને ચર્ચા દરમિયાન GTUએ વિદ્યાર્થીઓને જ સોશિયલ મીડિયામાં અભિપ્રાય આપવા માટે જણાવ્યું હતું. અમારે પરીક્ષા આપવી છે તે તરફેણમાં 54,000 વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમારે આગળ પ્રવેશ મેળવવો છે અને તેના માટે પદવી સર્ટીફીકેટ જોઈએ છે. નોકરી માટે પણ જરૂર છે. માત્રને માત્ર 900 વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે પરીક્ષા નથી આપવાના. GTU અને અન્ય યુનિવર્સિટીઓએ ત્રણ વિકલ્પ આપ્યા છે. ઓફલાઈન અને ઓનલાઈન, આ બંનેમાં કોઇ વિદ્યાર્થી પરીક્ષા વગર રહી જાય તો તેને બીજી તક મળશે. સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝેસન અને પોલીસ બંદોબસ્ત સહિતની બધી વ્યવસ્થા સાથે GTUએ 350 કેન્દ્રો પર પોરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સગવડતા જળવાઈ તે પ્રમાણે રાજ્ય સરકારે, મુખ્યમંત્રી અને મારા વિભાગે બની યુનિવર્સીટઓને આદેશ આપ્યા છે કે, વિધાર્થીને સહેજ પણ તકલીફ ન પડે. વિદ્યાર્થીને તકલીફ ન પડે તે રીતે પોતાના વિસ્તારમાં તાલુકા મથકે પણ કેન્દ્ર ઉભું કરીને પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કેબીનેટમાં થયેલા નિર્ણય અનુસાર આવતી કાલથી GTUની પરીક્ષા શરૂ થશે અને પછી નક્કી કરવામાં આવે તારીખ પ્રમાણે અન્ય યુનિવર્સિટીઓમાં પરીક્ષા લેવાશે. આજની બેઠકમાં માત્ર છેલ્લા વર્ષની પરીક્ષાનો નિર્ણય થયો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા ન યોજવા માટે વિદ્યાર્થી સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી પરંતુ સોશિયલ મીડિયા મારફતે થયેલા સર્વેમાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવાના નિર્ણયને સમર્થન આપતા શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp