નાણામંત્રીએ બજેટમાં વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની જાહેરાત કરી
યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાની સાથે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતાં વધુ મેડિકલ કોલેજોની સ્થાપના કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
નવી મેડિકલ કોલેજોની સ્થાપના વિવિધ વિભાગો હેઠળ હાલના હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, આ હેતુ માટે મુદ્દાઓની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. તેમણે વ્યક્ત કર્યું હતું કે, આ પહેલથી યુવાનોને ફક્ત ડોકટરો બનવાની તક જ નહીં મળે, પરંતુ લોકો માટે આરોગ્યસંભાળ સેવાઓમાં પણ સુધારો થશે.
નિર્મલા સીતારામને આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વૃદ્ધિ, રોજગાર અને વિકાસને ઉત્પ્રેરક બનાવવા માટે સંશોધન અને નવીનતા
50 વર્ષની વ્યાજમુક્ત લોન સાથે રૂ.1 લાખ કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે, જે લાંબા ગાળાનાં ગાળા અને નીચા કે શૂન્ય વ્યાજ દર સાથે લાંબા ગાળા માટે ધિરાણ કે પુનઃધિરાણ પ્રદાન કરશે.
સંરક્ષણ હેતુઓ માટે ડીપ-ટેક ટેકનોલોજીને મજબૂત કરવા અને ઝડપી બનાવવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે 'અવિરત'.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp