સુરેન્દ્રનગરની સરકારી શાળાના શિક્ષકના પ્રયોગના કારણે બાળકોની સંખ્યા 50થી 90% થઈ
રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે ઘણી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. તો ઘણી શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને સરકારી શાળા તરફ વાળવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આવો નિશાળે,રમો નિશાળે અને ભાણો નિશાળે. આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમાં શિક્ષક દ્વારા એક બે નહીં પરંતુ અલગ અલગ 17 જેટલી પ્રવૃતિઓ એડ કરવામાં આવી છે અને આ પ્રવૃત્તિથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છત્રોટ ગામ આવેલું છે. આ છત્રોટ ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ તરફ વાળવા માટે શાળાના શિક્ષક દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેમાં પહેલા શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહેતી હતી પરંતુ હવે 90 ટકા જેટલા વિદ્યાર્થીઓની હાજરી રહેશે. શાળાના શિક્ષક દ્વારા આવો નિશાળે, રમો નિશાળે અને ભણો નિશાળેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેમાં 17 જેટલી એક્ટિવિટી એડ કરવામાં આવી છે. જેમાં એક બોક્સમાં 17 પ્રવૃત્તિઓનું લિસ્ટ મૂકવામાં આવ્યું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી બોક્સમાંથી એક ચિઠ્ઠી ઉપાડે અને જે ચિઠ્ઠી નીકળે તે એક્ટિવિટી વિદ્યાર્થીને કરવાની રહે છે. શિક્ષકના અભિગમથી વિદ્યાર્થીઓને પણ શાળામાં અભ્યાસ કરવાની મજા આવી રહી છે.
આ નવતર પ્રયોગ શાળાના શિક્ષક કનુજી ઠાકોર દ્વારા અપનાવવામાં આવ્યો છે. શિક્ષકનું કહેવું છે કે હું એક હાસ્ય કલાકાર છું બાળકો શિક્ષણ પ્રત્યે રસ દાખવે અને બાળકોને અભ્યાસ કરવાની મજા આવે એટલા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના નવતર પ્રયોગથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાથી વધીને 90 ટકા થઇ ગઇ છે.
છત્રોટની શાળામાં પહેલા દરેક શાળા શરૂ થઈ ત્યારે વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કપાસ અને જીરાની મજૂરી કરવા માટે ખેતરે જતા રહેતા હતા અને તેના કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી. જેથી શાળાના શિક્ષકો દ્વારા ઘરે-ઘરે જઈ વાલીઓને સમજાવવામાં આવ્યા. ત્યારે વાલીઓ અને શિક્ષકોને કહ્યું કે અમે બાળકોને ખેતરે નથી મોકલતાં પરંતુ તેઓ આવક મેળવવા માટે સામેથી જ આ પ્રકારે ખેતરે જાય છે. એટલા માટે જ બાળકોને ફરીથી શિક્ષણ તરફ પાછા વળવાનું આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શાળાના શિક્ષક દ્વારા રમવાની, વાંચવાની, ચિત્ર દોરવાની, વાર્તા કરવાની, દાખલા ગણવાની, કાવ્ય અને ગીત ગાવા, અભિનય કરવાની, બોલવાની હસવાની, ધમાલ-મસ્તી પ્રયોગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
આ પ્રવૃત્તિઓના કારણે બાળકોમાં જે શક્તિ રહેલી હોય છે તે પણ જાગૃત થાય છે. તેમને એવું પણ જણાવ્યું કે, એક દિવસ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ મને એવું કહ્યું કે આજે અમારે રમવાનો વારો ત્યારથી આ વાતને અલગ અલગ પ્રવૃત્તિ સાથે જોડી દીધી. આ પ્રવૃત્તિથી બાળકો પણ નિયમિત થઈ રહ્યા છે. ધોરણ 6, 7 અને 8માં અભ્યાસ કરતા બાળકોને 30 મિનિટ અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જે દિવસે બોક્સમાંથી જે કાગળ નીકળે તે પ્રવૃત્તિ બાળકોને કરાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp