જીવનભારતી મંડળમાં નમસ્તસ્યૈ નમો નમઃ કાર્યક્રમ યોજાયો

PC: Khabarchhe.com

જીવનભારતી મંડળ માધ્યમિક & ઉ. મા વિભાગ દ્વારા નમસ્તસ્યૈ નમો નમઃ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે  જીવનભારતીના જ કાઉન્સેલર  & એકેડેમિક એડવાઇઝર તેમજ જાણીતા વક્તા એવા રશ્મિ ઝાને આમંત્રિત કરાયા હતા.

કાર્યક્રમનું સંચાલન અનિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કુમારભવનની વિદ્યાર્થિની દ્વારા પ્રાર્થના પ્રસ્તુત થઈ અને હાર્મોનિયમ પર કુમારભવનના શિક્ષિકા ચેતનાબહેને સાથ આપ્યો હતો.

વાદ્યો પર વૈશાલીબહેન પટેલ અને રોશનીબહેન પટેલે સાથ આપ્યો. દીપ પ્રાગટ્ય વિધિ સેવિકાબહેનો દ્વારા સંપન્ન થઈ. જેમાં સેવિકા બહેનોની ખુશી પ્રગટ થઈ સાથે આ વિશિષ્ટ કાર્યવિધિએ કાર્યક્રમને એક અનોખી ગરિમા બક્ષી, પોતાના વક્તવ્યમાં રશ્મિ ઝાએ નારીમાં નવલાં રૂપોને પ્રગટાવ્યા. સ્ત્રી એટલે શક્તિસ્વરૂપા, સ્ત્રી એટલે સુંદરતાનો પર્યાય, સ્ત્રી એટલે ઘર પરિવારનું છત્ર, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ,સ્ત્રી એટલે જ પડકાર અને પ્રતિકાર આમ સ્ત્રીને, સ્ત્રીના હોવાપણાને ગર્વાનુભૂતિ થાય એવું વક્તવ્ય આપ્યું. અંતે આચાર્યા પીંકીબહેન માળીએ આભારવિધિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp