એક જ નોટ્સમાંથી કરી UPSCની તૈયારી, મોટીને મળ્યો ત્રીજો, નાનીને મળ્યો 21મો રેન્ક

PC: indianmasterminds.com

UPSCએ ગત મહિને સિવિલ સર્વિસ એક્ઝામ 2020 (CSE Exam 2020)ના પરિણામ જાહેર કર્યા હતા, જેમા બિહારના શુભમ કુમાર ટોપર રહ્યા. જ્યારે દિલ્હીમાં રહેતી અંકિતા જૈને ત્રીજું સ્થાન મેળવ્યું, જ્યારે તેમની નાની બહેન વૈશાલી જૈને 21મો રેન્ક પ્રાપ્ત કર્યો. આ સાથે જ બંનેએ IAS ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું. ખાસ વાત એ છે કે, અંકિતા જૈન અને તેની નાની બહેન વૈશાલી જૈને એક જ નોટ્સમાંથી UPSC એક્ઝામની તૈયારી કરી. બંનેએ પોતાની જર્ની દરમિયાન એકબીજાને પ્રેરિત કરવામાં મદદ કરી. જોકે, તેમ છતા મોટી બહેન અંકિતાને ત્રીજો રેન્ક મળ્યો, જ્યારે નાની બહેન વૈશાલીને 21મો રેન્ક મળ્યો.

અંકિતા જૈને 12મા ધોરણ બાદ દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બીટેકની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ, પરંતુ થોડાં સમય બાદ તેણે નોકરી છોડી દીધી અને UPSC એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી. અથાગ મહેનત કરવા છતા શરૂઆતના ત્રણ પ્રયાસોમાં તેને IAS બનવામાં સફળતા ના મળી. તેમ છતા તેણે હાર ના માની અને ચોથા પ્રયાસમાં પરીક્ષા પાસ કરીને પોતાનું સિવિલ સેવામાં જવાનું સપનું પૂરું કરી લીધુ.

અંકિતા જૈને વર્ષ 2017માં UPSC એક્ઝામની તૈયારી શરૂ કરી હતી અને પહેલા પ્રયાસમાં સફળતા ના મળી, પરંતુ બીજા પ્રયાસમાં તેણે પરીક્ષા પાસ કરી લીધી, જોકે તેનો રેન્ક સારો ના આવ્યો અને આ જ કારણે તેની પસંદગી IAS માટે ના થઈ શકી અને તેણે ઈન્ડિયન અકાઉન્ટ સર્વિસ જોઈન કરી લીધુ. આ સાથે જ તે UPSCની તૈયારી પણ કરતી રહી, પરંતુ ત્રીજા પ્રયાસમાં તે પરીક્ષા પાસ ના કરી શકી. આખરે ચોથા પ્રયાસમાં તેણે IAS બનવાનું સપનું પૂરું કરી લીધુ.

અંકિતા જૈનની નાની બહેન વૈશાલી જૈન પણ UPSC એક્ઝામ પાસ કરવામાં સફળ રહી અને સિવિલ સર્વિસ એક્ઝામ 2020 (CSE Exam 2020)માં 21મો રેન્ક હાંસલ કર્યો. વૈશાલી હાલ રક્ષા મંત્રાલય અંતર્ગત IES અધિકારી છે અને આ સાથે જ તેણે UPSC એક્ઝામની તૈયારી કરી હતી અને 21મો રેન્ક પ્રાપ્ત કર્યો. વૈશાલીએ દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીમાંથી B.Tech. કર્યું છે અને તેમા તે ગોલ્ડ મેડાલિસ્ટ હતી. ત્યારબાદ તેણે IIT દિલ્હીમાંથી M.Tech. કર્યું અને તે ત્યાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ રહી. તેણે UPSC માટે કોઈ કોચિંગ નથી લીધુ. માત્ર પોતાની મોટી બહેન અંકિતાના ગાઈડન્સ અને નોટ્સના આધારે તૈયારી કરીને તેણે UPSCની પરીક્ષા બીજા પ્રયાસમાં જ પાસ કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp