'દેખાવ પર કમેન્ટ કરનારા...'બોર્ડ ટોપર પ્રાચીએ ટ્રોલ્સને જે કહ્યું- દિલ જીતી લેશે

PC: bollywoodshaadis.com

સીતાપુરની પ્રાચીએ UP બોર્ડ હાઈસ્કૂલની પરીક્ષામાં 600માંથી 591 એટલે કે 98.50 ટકા માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. તેણે ત્રણ વિષયમાં 100માંથી 100 માર્ક્સ પણ મેળવ્યા છે.

આ વર્ષે, સીતાપુરની પ્રાચી નિગમે 98.50 ટકા સ્કોર કરીને ઉત્તર પ્રદેશ બોર્ડના ધો. 10મા પરિણામ 2024માં ટોચનું સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષકો, મિત્રો અને સંબંધીઓએ પ્રાચીને રાજ્યભરમાં હાઈસ્કૂલ બોર્ડની પરીક્ષામાં ટોપ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દીકરીની આ સિદ્ધિથી પરિવાર ખૂબ જ ખુશ છે. UP બોર્ડની ધો. 10ની ટોપર પ્રાચી નિગમ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જો કે, તે દરમિયાન, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પ્રાચીના ચહેરાના વાળ તેની પ્રતિભા કરતાં વધુ જોયા. કેટલાક યુઝર્સે પ્રાચીને તેના ચહેરા પરના વાળને લઈને ખૂબ ટ્રોલ પણ કરી હતી. જ્યારે પ્રાચી સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેણે ટ્રોલ્સને એવો જવાબ આપ્યો જે તમારું દિલ જીતી લેશે.

પ્રાચીએ કહ્યું કે UP બોર્ડ હાઈસ્કૂલમાં ટોપ કર્યા પછી તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘણા લોકોએ મને સપોર્ટ કર્યો છે, હું તેમનો આભાર માનવા માંગુ છું અને જેમણે મારો ફોટો જોઈને વિચાર્યું કે હું કેવા પ્રકારની છોકરી છું, તેઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચહેરો અને વ્યક્તિત્વ પર ટિપ્પણી કરનારાઓને પણ અભિનંદન, કારણ કે, તમે જે બોલો છો, તેની મને પરવા નથી.

ચાણક્યનું ઉદાહરણ આપતાં પ્રાચી નિગમે કહ્યું કે, ચાણક્યના દેખાવ વિશે પણ આવી જ વાતો કહેવામાં આવી હતી, પરંતુ ચાણક્યએ ક્યારેય તે બાબતો પર ધ્યાન આપ્યું નહીં. આવી વાતોથી તેના પર પણ કોઈ ફરક પડ્યો નથી, તેમણે પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખ્યું, તેવી જ રીતે મારું લક્ષ્ય પણ અલગ છે.

UP બોર્ડની 10મી ટોપર પ્રાચી નિગમની માર્કશીટ: પ્રાચીએ ત્રણ વિષયોમાં 100માંથી 100 માર્ક્સ સાથે 600માંથી 591 માર્ક્સ મેળવ્યા છે.

હિન્દી-97 ગુણ, અંગ્રેજી-97 ગુણ, ગણિત-100 ગુણ, વિજ્ઞાન-100 ગુણ, સામાજિક વિજ્ઞાન-97 ગુણ, ચિત્રકામ-100 ગુણ.

અહીં તમને જણાવી દઈએ કે, આ વખતે UP બોર્ડ ધો. 10માં 89.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ધો. 12માં 82.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 93.40 ટકા છોકરીઓ અને 86.05 ટકા છોકરાઓએ ધોરણ 10 પાસ કર્યું છે. જ્યારે, ધોરણ 12માં 88.42 ટકા છોકરીઓ અને 77.78 ટકા છોકરાઓ પાસ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp