ટાટા ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થી સંગઠન પ્રોગ્રેસિવ ફોરમને કર્યું પ્રતિબંધિત
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) મુંબઇએ સોમવારે વાંમપંથી વિદ્યાર્થી સંગઠન (SFI) સાથે સંબંધિત વિદ્યાર્થી સંગઠન પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફોરમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સંસ્થાનું કહેવું છે કે આ સંગઠન વિદ્યાર્થીઓને ભરમાવવા અને સંસ્થાને બદનામ કરી રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં સંસ્થાએ એક P.hd વિદ્યાર્થી અને PSF સભ્યને વારંવાર ખોટા આચરણ અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓના કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો હતો.
આદેશ મુજબ પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ ફેડરેશન (PSF)ના સભ્યોને કેમ્પસમાં કોઇ પણ કાર્યક્રમનું આયોજન કે તેમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એ સિવાય ચીમકી આપવામાં આવી છે કે આ પ્રકારના કોઇ પણ પ્રયાસ પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવશે અને તેનું પરિણામ ભોગવવું પડશે. વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ કેમ્પસને PSF સભ્યો સાથે કોઇ પણ પ્રકારના ઘર્ષણની તાત્કાલિક જાણકારી આપે. બાતમી આપનાર વિદ્યાર્થીઓની ઓળખ છુપાવીને રાખવામાં આવશે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થા એક સુરક્ષિત અને સહયોગી માહોલ બનાવી રાખશે. જો કોઇ વિદ્યાર્થી કે શિક્ષક ખોટો પ્રચાર કરે છે કે વિભાજનકારી વિચારોને પ્રોત્સાહન આપે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. PSFના સભ્યોએ પોતાના હસ્તાક્ષર અભિયાન પર લાગેલા પ્રતિબંધને હેરાની વ્યક્ત કરી. આ અભિયાનનું ઉદ્દેશ્ય ચાન્સેલર સાથે સંવિદાત્મક શિક્ષકોની સ્થિતિ અને વિદ્યાર્થી કાર્યક્રમો પર લાગેલા પ્રતિબંધો બાબતે ફરિયાદ કરવાનું હતું. એક PSF સભ્યએ કહ્યું કે, અમે આ આદેશને પડકાર આપીશું. છેલ્લા 20 મહિનામાં PSF ઘણા વિવાદોમાં રહ્યું છે.
જાન્યુઆરી 2023માં તેણે કેમ્પસમાં BBCની વિવાદાસ્પદ ડોક્યૂમેન્ટ્રી ભારત: ધ ક્વેશ્ચન દેખાડી. માર્ચ 2023માં PSFએ ડિરેક્ટરના બંગ્લા બહાર વિરોધ કર્યું કેમ કે પ્રશાસને ભગત સિંહ મેમોરિયલ લેક્ચર આયોજિત કરવાની મંજૂરી આપી નહોતી. નવેમ્બર 2023માં PSFએ TISSએ પ્રવેશ પ્રક્રિયામાં થયેલા બદલાવની નિંદા કરી હતી કે હવે પ્રવેશ પરીક્ષાની જગ્યાએ CUET આધાર પર થશે. PSF અને TISS પ્રશાસન વચ્ચે ઘણા વિવાદ છે જેમ કે વિદ્યાર્થીવાસની કમી અને ફીસની સમસ્યાઓ.
PSF એ 6 વિદ્યાર્થી સંગઠનોમાં હતું જેમણે એપ્રિલ 2024માં આદર્શ આચાર સંહિતા પર પ્રશાસન વિરોધ એક નિવેદન જાહેર કર્યું હતું. PSF છેલ્લા 10 વર્ષથી કેમ્પસમાં સક્રિય છે અને વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં હિસ્સો લઇ રહ્યું છે તેના સભ્ય વિભિન્ન પદો પર કામ કરી ચૂક્યા છે. હાલમાં જ PSFએ 100 કરતા વધુ શિક્ષકોનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાની નિંદા કરી અને TISS શિક્ષક સંઘે તેને સમર્થન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp