41 ટકા મેથ્સ ટીચરો ભણ્યા જ નથી ગણિત, TISSની રિસર્ચથી ચોંકી જશો

PC: knowledge-hub.com

ટાટા ઇન્સ્ટિટ્યૂસ ઓફ સોશિયલ સાયન્સિસ ()માં શિક્ષક શિક્ષણ ઉત્કૃષ્ટતા કેન્દ્ર (CETE)એ દરેક બાળક માટે યોગ્ય શિક્ષક વિષય પર એક રિસર્ચ કર્યું હતું, જેમાં એ સામે આવ્યું કે દેશમાં ભણાવનારા 41 ટકા એવા શિક્ષક છે જેમણે ગ્રેજ્યુએશનમાં ગણિતનો અભ્યાસ જ કર્યો નથી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ મુજબ, 8 રાજ્યોની સરકારી અને ખાનગી બંને શાળામાં 35-41 ટકા ગણિતના શિક્ષકો પાસે સ્નાતક સ્તર પર ગણિત એક વિષયના રૂપમાં નહોતો. સર્વેમાં સામે આવ્યું કે, શિક્ષક ભરતીમાં અલગ અલગ વિષયના શિક્ષકની જરૂરિયાત છે તેમાં ગણિત 35 ટકા સાથે ચાર્ટમાં સૌથી ઉપર છે.

ત્યારબાદ અંગ્રેજી 31 ટકાની જરૂરીયાત છે અને ક્ષેત્રીય ભાષાઓમાં 30 ટકા ભણાવવા માટે યોગ્ય શિક્ષકોની જરૂરિયાત છે. દરેક બાળક માટે યોગ્ય શિક્ષક'વાળો રિપોર્ટ મહારાષ્ટ્ર, બિહાર, આસામ, છત્તીસગઢ, પંજાબ, મિઝોરમ, તેલંગાણા રાજ્યોમાં કરવામાં આવેલા સર્વેક્ષનો પર આધારિત છે. સર્વેક્ષણમાં 422 શાળા, 3615 શિક્ષક, 422 મુખ્ય શિક્ષક, 68 શિક્ષક શિક્ષણ સંસ્થા અને B.edમાં ભણનારા 1481 વિદ્યાર્થી શિક્ષક સામેલ છે. TISSમાં CETEના ચેરપર્સન અને રિપોર્ટના મુખ્ય લેખિકા પદ્મ એમ. સારંગાપાનીએ જણાવ્યું કે, રિપોર્ટમાં 8 બેકગ્રાઉન્ડ રિસર્ચ પેપર છે.

જેમાં UDISE+ 2021-22, અવધિક શ્રમ બળ સર્વેક્ષણ 2021-22 સહિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ડેટાને યુઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બધા રાજ્યોમાં પ્રાથમિક ધોરણોમાં ભણાવતા માત્ર 46 ટકા શિક્ષકો પાસે ઉચિત વ્યવસાય યોગ્યતાઓ જોવા મળી છે. ઉત્તર પૂર્વી રાજ્ય અને હિમાલયી રાજ્યોએ અત્યારે પણ એ સુનિશ્ચિત કરવાનું છે કે શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં આવે. એવું એટલે કેમ કે ખાનગી શાળામાં શિક્ષકોની નોકરીઓ સારી માનવામાં આવતી નથી, તો સરકારીમાં મોડેથી થતી શિક્ષક ભરતી એક કારણ છે.

એટલે ખાનગી સેક્ટરમાં લગભગ 40 ટકા શિક્ષક છે, જેમાંથી 50 ટકા એવા છે જે કોઈ લેખિત કાગળ વિના ભણાવી રહ્યા છે. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે SOTTER મુજબ, શારીરિક શિક્ષણ, સંગીત કળા જેવા વિષયો માટે શિક્ષકોની ભારે કમી છે. સરકારી શાળાઓમાં 36 ટકા અને ખાનગી શાળાઓમાં 65 ટકા સાથે શારીરિક શિક્ષણના શિક્ષકોનું પ્રાવધાન કુલ મળીને ઓછું હતું. કળાના શિક્ષકો અને સંગત શિક્ષકોનું પ્રાવધાન તો હજુ ઓછું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp