નકલી માર્કશીટના આધારે નોકરી લેનારા 116 શિક્ષકની હકાલપટ્ટી, કરાશે વેતનની વસૂલી

PC: quoracdn.net

દેશના શિક્ષણ વિભાગમાં સમયાંતરે મોટા કોપીકેસ તો ક્યારે નકલી શિક્ષકો ઝડપાય છે. જેના કારણે સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ પર કંલક લાગે છે. ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નકલી માર્કશીટના આધારે નોકરી મેળવનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. કુલ 4000 જેટલા શિક્ષકો નોકલી માર્કશીટના આધારે રોકડી કરી રહ્યા છે. જેમાંથી 116 શિક્ષકોની હાકલપટ્ટી કરવામાં આવી છે. વર્ષ 2004-05માં આગ્રા યુનિવર્સિટીમાં એક તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. SITની તપાસમાં મળી આવેલી તમામ ડીગ્રી નકલી હોવાનું જાણવા મળતા શિક્ષણજગતમાં ચર્ચા થવા લાગી હતી.

આ ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારની સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી રહી છે SITના રિપોર્ટ અનુસાર 120 શિક્ષકોની ડીગ્રી નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી 4 લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા નિર્ણય પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. 116 શિક્ષકોની તપાસમાં પણ ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક શિક્ષણ અધિકારીઓએ આ લોકોને નોટિસ ફટકારીને ખુલાસો કરવા આદેશ આપ્યો હતો. શિક્ષણ અધિકારી સંજય સિંહે નકલી માર્કશીટ અને ડીગ્રીના આધારે નોકરી કરતા લોકોને નોકરી છોડી દેવા માટેના પણ આદેશ કર્યા હતા.

આટલું જ નહીં આ તમામ શિક્ષકો પાસેથી વેતન પણ પરત આપવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. વર્ષ 2016-17 આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પ્રથમ તબક્કે 120 શિક્ષકો અડફેટે ચડ્યા હતા. ચાર લોકો સામે RTI કરવામાં આવી હતી. જોકે, આ મામલે કાર્યવાહી હાઈકોર્ટ સુધી પહોંચતા કેટલાક નકલી શિક્ષકોના પગ પાછા ફર્યા હતા. એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો થાય છે ત્યાં આ પ્રકારની ઘટનાથી પારદર્શી વહીવટ સામે અનેક શંકાશીલ પ્રશ્નોના તીર ઝીંકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp