19 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી, તપાસ CBIને સોંપવામાં આવી

હજુ તો ગઇ કાલે એટલે કે 19 જૂને લેવામાં આવેલી UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી, કારણકે સરકારને ખબર પડી કે આ પરીક્ષાનું પેપર લીક થઇ ગયું છે. કેન્દ્ર સરકારે આ બાબતે CBIને તપાસ સોંપી છે.

UGC-NET પરીક્ષા Ph.d. એડમિશન્સ, જૂનિયર રિસર્ચ ફેલોશીપ અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે. મે મહિનામાં નીટનું પેપર લીક થયું હતું.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને પ્રિયંકા ગાંધીએ UGC-NETની પરીક્ષા રદ થવા વિશે સરકારની આકરી ટીકા કરી છે.

પેપર લીક અને પરીક્ષા રદ થવાની ઘટનાએ દેશના હજારો વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઇ ગઇ છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અનેક વખત પેપરલીકની ઘટનાઓ બની છે અને હવે આ કરોડો રૂપિયાનો ધંધો થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp