સ્ટાફના પગાર માટે Byju’sના ફાઉન્ડરે ગિરવે મૂક્યું ઘર, પરિવારની સંપત્તિ પણ દાંવે
ભારતની પ્રમુખ એજ્યુકેશન ટેકફર્મ બાયજૂની નાણાકીય સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ સ્ટાર્ટઅપ કંપનીની પાસે પૈસા નથી. બાયજૂના ફાઉન્ડર રવિન્દ્રને કર્મચારીઓના પગાર આપવા માટે પોતાનું ઘર અને પરિવારના સભ્યોના ઘર ગિરવે મૂકી દીધા છે. લગભગ 12 મિલિયન ડૉલર લગભગ 100 કરોડ રૂપિયાની લોન લેવા માટે પોતાના ઘરોને બાયજૂ ફાઉન્ડરે ગિરવે મૂક્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, બાયજૂ રવિન્દ્રને કથિત પણ કંપનીની નાણાકીય મુશ્કેલીઓની વચ્ચે કર્મચારીઓના પગાર આપવા પૈસા ભેગા કરવા માટે પોતાનું ઘર અને પરિવારના સભ્યોના ઘરોને ગિરવે મૂક્યા છે. ગિરવે મૂકવામાં આવેલી સંપત્તિઓમાં બેંગલોરમાં પરિવારના બે ઘરોની સાથે સાથે એપ્સિલોનમાં રવિન્દ્રનનો નિર્માણાધીન વિલા પણ છે. જેના અવેજમાં રવિન્દ્રનની કંપનીએ 12 મિલિયન ડૉલરની લોન લીધી છે. જોકે, આ લોનની ડીલને લઈ કોઈ ખુલાસો થયો નથી.
રિપોટ્સ અનુસાર, સ્ટાર્ટ અપ કંપનીની મૂળ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટના 15000 કર્મચારીઓનો પગાર આપવા માટે ભેગી કરવામાં આવેલી પૂંજીનો ઉપયોગ કરવામાં આવ્યો. કંપની હાલમાં પોતાના USA આધારિત બાળકો માટે ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મને લગભગ 400 મિલિયન ડૉલરમાં વેચવાની પ્રક્રિયામાં છે. બાયજૂ 1.2 બિલિયન ડૉલરના ટર્મ લોન પર છૂટેલા વ્યાજની ચૂકવણીને લઈ લેણદારોની સાથે કાયદાકીય વિવાદમાં છે.
રવિન્દ્રન બાયજૂના પરિવારની પાસે બેંગલોરમાં 2 મકાન છે. તેની સાથે જ એક ગેટેડ સોસાયટી એપ્લિલોનમાં તેમનો વિલા બની રહ્યો છે. તેમણે પોતાની આ સંપત્તિને 1.2 કરોડ ડૉલર ઉધાર લેવા માટે ગિરવે મૂકી દીધી છે. બાયજૂએ પોતાની પેરેન્ટ કંપની Think & Learn Pvtના 15000 કર્મચારીઓને સેલેરી આપવાની છે.
જણાવીએ કે, બાયજૂ દેશની સૌથી કિંમતી એડટેક ફર્મ હતી. એક સમય તેનું મૂલ્ય લગભગ 5 બિલિયન ડૉલર હતું. પણ મૂળ કંપનીમાં પોતાના બધા શેરોનો લાભ લઈને રવિન્દ્રને લગભગ 400 મિલિયન ડૉલરની અંગત લોન લઈ લીધી. આ ઉપરાંત તેણે પાછલા અમુક વર્ષોમાં શેરો વેચવાને કારણે મળેલા 800 મિલિયન ડૉલરને કંપનીમાં ફરીથી રોકાણ કરી દીધું. ત્યાર બાદ તે આર્થિક રીતે પરેશાન થઇ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp