અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમ બદલ્યા, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે આ અસર
અમેરિકાએ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખતા વિઝાના નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. આ બદલાવ F અને M શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે. એ હેઠળ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા અને રોજગાર શ્રેણીમાં ઈમિગ્રેશન વિઝા માટે અરજીની વાત કહી છે. આ નવી અપડેટ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટેટસમાં બદલાવ, અમેરિકામાં રહેવાની તેમની અવધિમાં વિસ્તાર અને F અને M શ્રેણીના વિદ્યાર્થીઓના સ્ટેટ્સને લાગૂ કરવા માટે અરજી સાથે જોડાયેલી છે. આ નવી ગાઈડલાઇન્સ 20 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થી
ઉદાહરણ તરીકે આ નવી ગાઈડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે F અને M વિઝા ધારક અસ્થાયી અવધિના પ્રવાસ બાદ પણ પોતાની ઇચ્છાનુસાર અમેરિકામાં રહી શકે છે. ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી હવે શરૂઆતી ચરણના સ્ટાર્ટઅપમાં કામ કરવા માટે 36 મહિનાના ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય આ ગાઈડલાઇન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે F વિઝા ધારક સાયન્સ, ટેક્નોલોજી, ઍન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની પોતાની ડિગ્રીના આધાર પર ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તાર માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભણતા લગભગ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓમાં 25 ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થી છે.
શું છે F અને M વિઝા?
અમેરિકામાં M વિઝા વોકેશનલ સ્ટડી માટે જ્યારે F વિઝા સામાન્ય રૂપે ભણવા માટે જાહેર કરવામાં આવે છે. અમેરિકામાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ભણવા માટે પાઠ્યક્રમના આધાર પર અરજીધારકોને F કે M વિઝા આપવામાં આવે છે. બંને પ્રકારના વિઝા હેઠળ અમેરિકામાં 60 મહિના સુધી રહેવાની મંજૂરી આપી શકાય છે.
આ અગાઉ અમેરિકાએ જુલાઈમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. અમેરિકન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ઓનલાઇન કોર્સ માટે કોઈ નવા વિદ્યાર્થીને દેશમાં નહીં લાવવામાં આવે એટલે કે તેને વિઝા નહીં મળે, આ અગાઉ પણ સરકાર ઘણી બાબતે વિઝા સસ્પેન્ડ કરી ચૂકી છે. તેની પાછળ કોરોનાના વધતા કેસોનો સંદર્ભ આપવામાં આવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp