શું વિક્રાંત મેસીએ કેબવાળાને બિલના 450 રૂપિયા આપવાનો કર્યો ઇનકાર?

PC: instagram.com

એક્ટર વિક્રાંત મેસી મુશ્કેલીમાં ઘેરાતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે એટલે કેમ કે તેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે વિક્રાંત એક કેબ ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. કેબવાળો પોતાના પૈસા માગી રહ્યો છે, પરંતુ વિક્રાંત તેની સાથે દલીલ કરી રહ્યો છે અને બિલ આપવાનો ઇનકાર પણ કરતો નજરે પડી રહ્યો છે. વિક્રાંતે ઘરથી કામ પર જવા માટે ઓનલાઇન કેબ બક કરી હતી. એ સમયે એપમાં ફેર 450 રૂપિયા દેખાઈ રહ્યું હતું.

વિક્રાંતે જ્યારે કેબ બુક કરી અને કેબમાં બેસીને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પણ પહોંચ્યો, પરંતુ કેબવાળાએ જ્યારે તેની પાસે પૈસા માગ્યા તો તે 450 રૂપિયા નહીં, પરંતુ તેનાથી વધારે હતા. તેના પર વિક્રાંતે ઓબ્જેક્શન ઉઠાવ્યું અને પૂછ્યું કે કેબના પૈસા કેવી રીતે વધ્યા. મેં જ્યારે કેબ બુક કરી હતી તો 450 રૂપિયા ફેર દેખાડી રહ્યું હતું. રસ્તામાં કેવી રીતે કેબના પૈસા વધી ગયા. તેના પર ડ્રાઈવર કહે છે કે તે જાણતો નથી કે પૈસા કેવી રીતે વધી ગયા. એટલી વારમાં વિક્રાંત કદાચ તેની સાથે ગાળાગાળી પણ કરવા લાગે છે કેમ કે કેબ ડ્રાઇવરે જે વીડિયો શેર કર્યો છે તેમાં તે એમ કરતો નજરે પડી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

સાથે જ કહી રહ્યો છે કે વિક્રાંતે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો છે અને તે દુર્વ્યવહાર પણ કરી રહ્યો છે. કેબ ડ્રાઈવર જ્યારે વિક્રાંત તરફ કેમેરો કરે છે તો એક્ટરનો ચહેરો ભયભીત નજરે પડે છે. તેના મનમાં આવે છે કે આ વીડિયો વાયરલ ન થઈ જાય અને તેને ટ્રોલિંગનો શિકાર ન થવું પડે. એવામાં વિક્રાંત પહેલા તો કેબવાળાને વીડિયો બનાવવા માટે ઇનકાર કરે છે. ત્યારબાદ તેને કહે છે કે એપમાં રસ્તામાં કેવી રીતે પૈસા વધી ગયા, જ્યારે 450 રૂપિયાની કેબ બુક થઈ હતી. ડ્રાઈવર અને વિક્રાંત વચ્ચે દલીલ ચાલતી નજરે પડે છે.

કેબ ડ્રાઈવર કહે છે કે સર તમારી પાસે એટલા પૈસા છે, કરોડો રૂપિયાના માલિક છો, તમે પૈસા આપી દો. તેના પર વિક્રાંત કહે છે કે જો પૈસા છે તો એ મહેનતના છે અને ફાલતુમાં હું શા માટે આપું, જેટલાની કેબ બુક થઈ હતી, હું તો એટલા જ પૈસા આપીશ. એટલી વારમાં વીડિયો પૂરો થઈ જાય છે. ફેન્સ વચ્ચે વિક્રાંતના આ વીડિયોને લઈને વાત થઈ રહી છે. તેમનું કહેવું છે કે અથવા તો આ વીડિયો ફેક છે કે પછી હકીકતમાં વિક્રાંતે એમ કર્યું છે. જો કે, સત્ય શું છે એ અત્યાર સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, વિક્રાંત મેસી છેલ્લી વખત ફિલ્મ '12વી ફેલ'માં નજરે પડ્યો હતો. આ ફિલ્મની ચર્ચા ચારેય તરફ થઇ. સાથે જ વિક્રાંતના પરફોર્મન્સના પણ બધાએ વખાણ કર્યા હતા. ખૂબ ઇન્સપાઇરિંગ સ્ટોરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp