સલમાનના ફાર્મહાઉસમાં 2 શંકાસ્પદોએ ઘૂસવાનો કર્યો પ્રયાસ, નકલી ID સાથે થઈ ધરપકડ

PC: twitter.com

સલમાન ખાનની સુરક્ષા સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. એક્ટર ઇન્ડસ્ટ્રીનો ચર્ચિત ચહેરો છે અને ફેન્સ તેની એક ઝલક જોવા માટે કાગડોળે રાહ જુએ છે. તેમને ચાહનારાઓની કમી નથી. ગયા વર્ષે એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગથી જીવથી મારવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામાં આવી હતી. એવામાં હવે તેમની સુરક્ષામાં ચૂંકના સમાચાર સામે આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે એક્ટરના પનવેલવાળા ફાર્મ હાઉસમાં 2 શંકાસ્પદ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના સોમવારે સવારની છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં 2 લોકો ઘૂસી રહ્યા હતા. ત્યારે બંનેને સુરક્ષા કર્મીઓ દ્વારા રોકવામાં આવ્યા, પરંતુ તેઓ બળજબરી કરવા લાગ્યા હતા. ત્યારબાદ શંકાસ્પદોને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા.

તપાસ દરમિયાન તેમની પાસે નકલી ID કાર્ડ પણ મળ્યા છે અને બંનેએ પોતાને સલમાન ખાનના ફેન બનાવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ હાલમાં પોલીસ તેની તપાસ કરી રહી છે કે આખરે પકડાયેલા બંને યુવક કોણ છે અને તેમનું ઉદ્દેશ્ય શું હતું? સાથે જ એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેઓ બંને ક્યાંથી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે.

પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની જાણકારી મળી છે. હાલમાં પોલીસ બંને આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે પોલીસે નકલી આધાર કાર્ડ મળવાના કારણે બંને વિરુદ્ધ ઘણી કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલમાં મામલો ગંભીર છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સલમાન ખાનની સિક્યોરિટીનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તેમણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ ખુલ્લેઆમ ધમકી આપી હતી. Y+ સિક્યોરિટીમાં સલમાન ખાણ સાથે હંમેશાં 1 કે 2 કમાન્ડો અને POS સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp