17 વર્ષમાં 23 ફ્લોપ, કંગનાની હાલત અક્ષય કુમાર જેવી? આ છે કારણો

PC: hindnow.com

'ક્વીન' અને 'ધાકડ' તરીકે જાણીતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત 2006થી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે 17 વર્ષ પહેલા 'ગેંગસ્ટર'થી લીડ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 12.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી તેણે 'વો લમ્હે', 'લાઇફ ઇન અ...મેટ્રો', 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ', 'નોક આઉટ' જેવી 30 ફિલ્મો કરી. તેમાંથી 23 ફિલ્મો ફ્લોપ રહી હતી અને બાકીની હિટ અને એવરેજમાં સમેટાઈ ગઈ હતી. હવે 27મી ઑક્ટોબર 2023ના રોજ રિલીઝ થયેલી 'તેજસ'ની હાલત પણ થોડી ડામાડોળ જેવી લાગી રહી છે. 60 કરોડની આ ફિલ્મે બે દિવસમાં માત્ર 2.50 કરોડનું કલેક્શન કર્યું છે અને આ પહેલા આવેલી 9 ફિલ્મોમાંથી 8 ફિલ્મો સતત ફ્લોપ રહી છે. 'મણિકર્ણિકા'ને સરેરાશ ગણાવી હતી. અન્યથા તે પણ ફ્લોપ સાબિત થઈ છે. આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે સારું કામ કરવા છતાં કંગનાનો જાદુ કેમ ચાલી રહ્યો નથી. તેની ફિલ્મને દર્શકો કેમ નથી મળી રહ્યા? ચાલો થોડી લાઈનમાં સમજીએ.

કંગના રનૌત એક જાણીતું વ્યક્તિત્વ છે. તેણે ઘણા સારા અને ખરાબ દિવસો જોયા છે. મહેનતુ પણ છે. પરંતુ કદાચ તેણે થોડા સમયથી મહેનત કરવાનું બંધ કરી દીધું છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પરંતુ તે પોતાના માટે નહીં. કોઈ પણ સમસ્યા હોય તેના પર બોલવાનું. તે દરેક મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. પછી ભલે તે તેની સાથે સંબંધિત હોય કે ન હોય, કંગનાએ ચોક્કસપણે બોલવું તો પડશે અને તે વસ્તુઓ કેટલીકવાર એટલી વાહિયાત હોય છે કે, લોકોને તે બિલકુલ પસંદ નથી હોતી. પરિણામે હવે એ મીઠા મધ જેવી હવે કડવા લીમડા જેવી બની ગઈ છે. આવી સ્થિતિમાં દર્શકો ન તો તેને પસંદ કરે છે અને ન તેની ફિલ્મો.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા ઉપરાંત કંગના રનૌત રાજકીય પક્ષોના પક્ષમાં અને વિરોધમાં પણ ઘણી આડેધડ વાતો કરે છે. કોઈના વિશે વધારે પડતું સારું બોલવું અને કોઈ બીજા માટે ખૂબ વધારે નીચા બતાવવા જેવું બોલવું. મહિલા હોવાની રમત રમવી. સહાનુભૂતિ લેવી, કંગના રનૌત હંમેશા આવું કરતી હોય છે, જેના કારણે જનતા બિલકુલ કંટાળી ગઈ છે. જે રીતે લોકો તેને ફિલ્મોમાં જોય છે. વાસ્તવિક જીવનમાં તે એવી નથી. લોકડાઉન પહેલા પણ તેનો બિઝનેસ સારો ચાલતો હતો. પરંતુ કોવિડ -19 પછી, તેણે પોતે જ આ બાબતને વધુ ખરાબ કરી નાખી.

કંગના રનૌત હવે સાઉથ તરફ પણ ગઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'ચંદ્રમુખી 2' પણ ફ્લોપ રહી હતી. તેણે વિચાર્યું કે કદાચ ત્યાં કંઈક નસીબ ચમકી જાય, પરંતુ તેમ થયું નહીં. જો આપણે જોઈએ તો, કંગનાએ 'ધાકડ', 'થલાઈવી', 'પંગા', 'જજમેન્ટલ હૈ ક્યા' જેવી ફિલ્મો કરી છે, જેમાંથી કેટલીક બાયોપિક હતી, કેટલીક ઐતિહાસિક અને કેટલીક બિન-મનોરંજક. તેણે પડદા પર રોમાન્સ પણ કર્યો પરંતુ તેમ છતાં દર્શકો આવ્યા નહીં. તેણે વધુ સારી ફિલ્મો પસંદ કરવી પડશે. થોડા લોકોને તૈયાર કરવા પડશે. દરેક બાબતને લઈને અગ્રેસર થઇ જવું તેણે બંધ કરવું પડશે.

કંગના રનૌત ઈન્ડસ્ટ્રીમાં દરેક સાથે સામેથી ઝઘડો કરતી રહે છે. તે ઇન્ડસ્ટ્રી બહારની દુનિયાના લોકોને પણ છોડતી નથી. તે પોતાને પ્રમાણિક, સત્યવાદી અને અન્ય લોકો કરતા શ્રેષ્ઠ હોવાનું દર્શાવે છે. તેને લાગે છે કે, આ દુનિયામાં તેમના જેવું કોઈ નથી. પરંતુ હવે જ્યારે 'તેજસ' ચાલી રહી નથી ત્યારે તે લોકોને તેની ફિલ્મ જોવાની અપીલ કરી રહી છે. વીડિયો બનાવીને તે કહેવા લાગી કે, જો લોકોને 'ઉરી', 'નીરજા', 'મેરી કોમ' જેવી ફિલ્મો પસંદ આવી છે, તો તેઓ 'તેજસ'ને પણ પસંદ કરશે. અરે, જ્યારે તમે જાણો છો કે તમારે લોકો થાકી જ કારકિર્દી બનાવવાની છે, તો તમારે તે રીતે પોતાની જાતને તૈયાર રાખવી જોઈએ. શા માટે અવાર-નવાર પ્રેક્ષકોના મનપસંદ લોકો સાથે સામેથી ઝઘડો લેવો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp