42 વર્ષની આ હિરોઈનને 6 એબ્સ બનાવવાનું ભૂત સવાર થયું...

14 Nov, 2017
10:30 AM
PC: sushmita-sen-instagram_

બૉલીવુડની અભિનેત્રી સુસ્મિતા સેન ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રીઓ પૈકીની એક છે, કે જેના પર વધતી ઉંમરે કોઈ અસર કરી નથી. 42 વર્ષની વયે પણ તે 20-25 વર્ષની લાગે છે. ફિલ્મોને ગુડબાય કહેનારી સુસ્મિતા સેન તેની ફિટનેસ માટે પ્રસિદ્ધ છે. 42 વર્ષની ઉંમરે તેને 6 પૅક એબ્સ બનવવાનું ભૂત સવાર થયું છે અને તેમાં તે સફળ થઈ રહી છે.

તાજેતરમાં સુસ્મિતાએ Instagram પર એબ્સ દર્શાવતો ફોટો શેર કર્યો છે. એબ્સ સારી રીતે દેખાય તે માટે સુસ્મિતાએ ટી-શર્ટને ઉપર ચઢાવી દીધું હતું. પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું હતું કે એબ્સ બનવાનું કાર્ય ચાલુ છે. સુસ્મિતાના જણાવ્યા મુજબ તેણે 42મા જન્મદિવસ પર એબ્સ બનવાનું નક્કી કર્યું અને તે પૂર્ણ કરવા માટે સતત ટ્રેનિંગ લઈ રહી છે.

આ ફોટો સુસ્મિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ચાહકો તરફથી અલગ અલગ પ્રકારના રિએક્શન મળ્યા. કોઈએ પ્રશંસા કરી તો કેટલાકે લગ્ન માટે પ્રપોઝલ પણ કરી નાંખી. ઇન્ટરનેટ પર ઝડપથી આ પોસ્ટ વાયરલ થઈ અને 90,000 લાઈક્સ અને 1300 કમેન્ટસ મળી.

અત્રે નોંધવું ઘટે કે 1994 માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સનો ક્રાઉન જીતનાર પ્રથમ ભારતીય હતીસુસ્મિતાએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ઐશ્વર્યા રાયને હરાવી હતી. મિસ યુનિવર્સ તરીકે તેની જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ સુસ્મિતાએ 1996ની ફિલ્મ "દસ્તક" સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

'બીવી નં .1', 'મૈં ને પ્યાર ક્યૂં કિયા', 'મૈં હૂં ના', 'ફિલહાલ', બંગાળી ફિલ્મ 'નિર્બાક' તેની લોકપ્રિય ફિલ્મો છે. 2010 થી 2013 સુધીમાં, સુસ્મિતાએ 'આઈએમ શી પીઝન્ટ' નું આયોજન કર્યું, આ આયોજન દ્વારા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતના પ્રતિનિધિની પસંદગી કરવામાં આવે છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: