જબરદસ્ત VFX-ડાયલોગ્સ સાથે 50 કરોડની ફિલ્મ 700 કરોડની આદિપુરુષ પર ભારે પડી રહી છે

PC: tv9hindi.com

12 જાન્યુઆરીએ જ એક જબરદસ્ત ફિલ્મ સિનેમાઘરોમાં આવી છે, જેને જોયા પછી દર્શકોએ તેની સરખામણી 700 કરોડમાં બનેલી આદિપુરુષ સાથે કરી છે. સોશિયલ મીડિયા પર દર્શકોએ 700 કરોડના બજેટમાં બનેલી આદિપુરુષ કરતા આ 50 કરોડ રૂપિયામાં બનેલી હનુમાન ફિલ્મને વધુ સારી ગણાવીને મેકર્સને ઘણી સલાહ આપી છે.

મહાકાવ્ય રામાયણ પર આધારિત 'આદિપુરુષ' 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થતાંની સાથે જ તેણે દર્શકોમાં હલચલ મચાવી દીધી હતી. ફિલ્મના VFXથી લઈને પાત્રોના લુક્સને લીધે ઘણો વિવાદ થયો હતો, ત્યાર પછી ફિલ્મના મેકર્સ અને લેખકે માફી માંગવી પડી હતી. શરૂઆતમાં, નિર્માતાઓએ ફિલ્મને લઈને ઘણી સ્પષ્ટતા રજૂ કરી હતી, પરંતુ દર્શકોએ તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, ત્યારપછી ફિલ્મના ડાયલોગ્સ લખનાર ડિરેક્ટર ઓમ રાઉત અને લેખક મનોજ મુન્તાશીરે આગળ આવીને માફી માંગી હતી. લગભગ રૂ.700 કરોડના બજેટ સાથે બનેલી આદિપુરુષને દર્શકોએ સંપૂર્ણપણે નકારી કાઢી હતી, જેની અસર એ થઈ કે આ ફિલ્મ તેના બજેટને પણ રિકવર કરી શકી નહીં. હવે 50 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી વધુ એક ફિલ્મ રિલીઝ થઈ છે, જેણે દર્શકો પર જાદુ કરી દીધો છે.

12 જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'હનુમાન' જોયા પછી દર્શકોને ફરી એકવાર આદિપુરુષની યાદ આવી ગઈ છે. આ ફિલ્મમાં તેજા સજ્જા લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં વરલક્ષ્મી સારથકુમાર, અમૃતા અય્યર અને રાજ દીપક શેટ્ટી પણ મહત્વની ભૂમિકામાં છે. લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી 'હનુમાન'ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેની એક્શન સિક્વન્સ, VFX અને પાત્રોની સરખામણી ઓમ રાઉતની 'આદિપુરુષ' સાથે શરૂ થઈ ગઈ છે.

ઓછા બજેટમાં પણ જબરદસ્ત VFX જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે અને દર્શકો કહે છે કે, આ ફિલ્મ આદિપુરુષ કરતાં ઘણી સારી છે. હનુમાનના બજેટ અને ગુણવત્તાની સરખામણી કરતી વખતે યુઝર્સે ત્યાં સુધી કહ્યું કે, આદિપુરુષના નિર્માતાઓએ હનુમાનના નિર્માતાઓ પાસેથી કંઈક શીખવું જોઈએ. સોશિયલ મીડિયા પર તેજા સજ્જાની ફિલ્મ પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

બજેટની વાત કરીએ, તો આ ફિલ્મ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને રિલીઝના પહેલા જ દિવસે તેણે વિશ્વભરમાં 20 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. બીજા દિવસે એટલે કે લોહરીના અવસર પર ફિલ્મની કમાણીમાં હજુ પણ વધારો થવાની આશા છે. બીજી બાજુ, જો આપણે આદિપુરુષની વાત કરીએ તો, મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર રૂ.286.37 કરોડનું કલેક્શન કરી શકી હતી અને વિશ્વભરમાં ફિલ્મે રૂ.390 કરોડનું કલેક્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp