સત્યઘટના પર આધારિત આ 7 શૉ નેટફ્લિક્સ પર તમે નહીં જોયા હોય
વીડિયો સીરિઝના નવા નવા ઓનલાઈન પ્લેટફોર્મ યુવાનોની પ્રથમ પસંદ બની રહ્યા છે. MX પ્લેયર પર વેબ સીરિઝ ભૌકાલ જે રીત યુવાનોમાં હીટ રહી એમ નેટફ્લિક્સ પર ઘણી બધી એવી સીરિઝ છે જેના મૂળીયા સત્ય ઘટના સાથે જોડાયેલા છે. આ ઉપરાંત કેટલીક એવી પણ સીરિઝ છે જે વાસ્તવિક જીવનમાં અસ્તિત્વ ધરાવતા પાત્રો પરથી તૈયાર કરવામાં આવી છે. લોકડાઉનના સમયમાં સૌ કોઈએ ઘણા બધા વીડિયો પ્લેટફોર્મ પર આંટો તો માર્યો હશે. પણ નવી અને આકર્ષણ ઊભું કરનારી એપ્લિકેશન નેટફ્લિક્સ વિશે એક મર્યાદિત વર્ગ જાણકાર હોય છે. આ પ્લેટફોર્મ ઉપર પણ ઘણું બધું જોવા જેવું છે. જોઈએ એક એવી સીરીઝની યાદી જે હકીકત સાથે જોડાયેલી છે અથવા વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતા લોકો પરથી બનેલી છે.
Unbelievable
કુલ 8 એપિસોડ ધરાવતી એક એવી વેબ સીરિઝ જેમાં બે દુષ્કર્મના કેસની ચર્ચા કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, આ સીરિઝમાં એક પીડિતા સમગ્ર સ્ટોરીને આગળ લઈ જાય છે. છેક સુધી જકડી રાખે એવી વાર્તા અને સત્ય હકીકત પરથી બનેલી આ સીરિઝના વીડિયો શોટ જોવા જેવા છે. મજબૂત અને જબરદસ્ત મહિલા પોલીસ ઓફિસર જે સમગ્રે કેસની લીડ શોધવા માટે બાજ નજર રાખે છે. એક્શન લે છે અને કેસ ઉકેલે છે. ડ્રામા કહી શકાય એવી આ સીરિઝની સ્ટોરીમાં થ્રીલ છે, ફીલ છે. ગુનાખોરી પર જ આધારીત છે એટલે ક્રાઈમ પણ ખરા અને છેક સુધી જકડી રાખે એવું સસ્પેન્સ પણ છે.
THE SPY
નામ પરથી ખબર પડી જાય કે, જેવું નામ એવું કામ. Sacha Baron Cohen નામના એક ઈઝરાયલી જાસુસની વાર્તા છે. આ એક જ વ્યક્તિ માટે સમગ્ર સીરિઝ જોવી જોઈએ. ડેશિંગ લુક અને પર્સનાલિટી, એક્ટિંગ તો ખરા જ. ખાસ વાત એ છે કે, આ એક વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતા એ જાસુસની વાર્તા છે. ઘણી બધી માહિતીઓનું વીડિયો ફોર્મેટ અને અલગ અલગ લેસન જોવા મળશે. થીમ પણ સારી અને વીડિયોનું પ્રેઝન્ટેશન પણ બેસ્ટ. નેટફ્લિક્સની એક લિમિટેડ સીરિઝમાં આ વીડિયો શૉનું નામ લેવામાં આવે છે. ડ્રામાં અને નોંધ લેવા જેવા વિષય પર આધારિત આ સ્ટોરી છે.
STRANGER THINGS
સરપ્રાઈઝ આપે એવી વાર્તાની વીડિયો રજૂઆત એટલે STRANGER THINGS. પણ સંપૂર્ણ રીતે સત્ય ઘટના પર આધારિત આ વાર્તા નથી. કેટલાક ભાગને ફિલ્મીટચ આપી દેવાયો છે. MKUltra નામનો એક કાર્યક્રમ જે CIAએ આયોજીત કર્યો હતો. જે એક ભાન ભૂલેલા ભાઈઓને પ્રેરિત કરે છે. આ સમગ્ર પ્રેરણા આ સ્ટોરીમાં છે. જે રીતે 'ઉડતા પંજાબ' ફિલ્મમાં હકીકત સાથે મેસેજની અપીલ છે એવું જ આમાં છે. આ પ્રોજેક્ટ (MKUltra)નો ઉદ્દેશ્ય એવી દવાઓનો વિકાસ તૈયાર કરવાનો હતો કે, જે મન નિયંત્રણથી બીજા લોકોને નબળા બનાવી શકે. શોના 1 અને 2 એપિસોડમાં, અમે ડો.બ્રેનર જે હોકિન્સ લેબોરેટ પહેલા MKUltra પર કામ કરતા હતા તે જોશું. પણ સ્ટોરીમાં 100% કોઈ સત્યઘટના જોડાયેલી નથી.
PEAKY BLINDERS
નેટફ્લિક્સ પર સૌથી વધુ લોકપ્રિય થયેલી ફોરેન બેઝડ સીરિઝ. જે સત્યઘટના પર આધારિત છે. ટોમી શેલ્બીની વાત અને 1919ના વર્ષનો એ સમય ખૂબ ઝીણવટથી અવલોકન કરીને રજૂ કરવામાં આવ્યો છે. ચેસ્ટર કેમ્પબેલની હીરોગીરી જે આખી ગેંગને હંફાવી દે છે. મારઘાડ, એક્શન સિન, મેટ્રો લુક, પ્લાનિંગ અને ટીમ વર્કને કારણે આ સીરિઝ થોડી અલગ પડે છે. સીરિઝ તો સારી છે જ પણ એનું ટ્રેલર પણ જબરદસ્ત છે. સિવિલ સર્વન્ટ અને ડાકુઓ વચ્ચે થતા ફાઈટસિન પણ એક મહેનતથી ફિલ્માવવામાં આવ્યા છે. એક્શન સ્ટોરી ગમે એને આ સ્ટોરી જરૂર પસંદ પડશે.
ALIAS GRACE
Margaret Atwoodની નવલકથા જે વર્ષ 1996માં સૌથી વધુ ચર્ચા રહી હતી એ જ નામથી વીડિયો પ્લેટફોર્મ પર આવેલી સીરિઝના મૂળીયા સત્યઘટના સાથે જોડાયેલા છે. કેનેડિય મંત્રીનું પાત્ર ધ્યાન ખેંચે એવું છે. પૂર્વ આયોજિત કાવતરું અને પછી જેલના સળીયા સુધી પહોંચતી વ્યક્તિના જીવનમાં કેટલા કપરા સંજોગ આવે છે એની વાત કરવામાં આવી છે. છેક સુધી જકડી રાખતું સસ્પેન્સ અને કેનેડાની એ સ્ત્રીની વાત જેણે ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે. કેનેડામાં એક સમયે બનેલી ધટનાથી પહેલા નવલકથા લખાઈ અને પછી એ જ પ્લોટ પર સમગ્ર સીરિઝ તૈયાર થઈ. માત્ર તૈયાર જ નહીં નેટફ્લિક્સ જેવા મોટા પ્લેટફોર્મ પર પ્રશંસા પણ પામી છે.
MINDHUNTER
નેટફ્લિક્સ પર જાણીતી થ્રીલર સીરિઝ પૈકીની એક એટલે MINDHUNTER.જેના મૂળીયા એક પુસ્તકની વાર્તા સાથે જોડાયેલા છે. એ પુસ્તકનું નામ છે Mindhunter.પણ વિદેશની ધરતી પર ક્રાઈમની ઘટનાની એટલી સરસ રજૂઆત આ સીરિઝમાં કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, તપાસ કરતા અધિકારીઓના નામ પણ અહીં એ જ લેવામાં આવ્યા છે જે હકકીતમાં છે. પણ મૂળ વાત અહીં બાળકના મર્ડર કેસ પર જુદા જુદા પાસા પર થતા ઈન્વેસ્ટિગેશનની છે.
GLOW
પુરુષ જે વસ્તુ કરી એ જ શક્તિ અને તાકાતના પાસા પર મહિલાઓ પણ કામ કરી શકે. આ જ વાત પર આધારિત ફીમેલ વ્રેસલિંગ પર આધારિત આ સીરિઝમાં મહિલા કુસ્તી મુખ્ય છે. વર્ષ 1980માં બનેલી સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરી ગોર્જિયસ લેડિઝ વ્રેસલિંગ પર આધારિત છે. પણ સીરિઝમાં આવતા ટ્વિસ્ટ અને ટેસ્ટ જોવા જેવા છે. ડ્રામા પ્લસ એક્શન તો ખરા જ. મોટા ભાગના લોકો એવું માને છે કે, આ એક બનાવેલી અને સત્યના પાસાઓને ફેરવીને રજૂ કરેલી સ્ટોરી છે. પણ આ સ્ટોરીમાં રજૂ કરવામાં આવેલી વાત હકીકતમાં એક વખત બની ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp