નેશનલ એવોર્ડની જાહેરાત, કંતારા માટે રિષભ શેટ્ટી બેસ્ટ એક્ટર, જુઓ આખું લિસ્ટ

PC: hindustantimes.com

ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં સામેલ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત શુક્રવારે થઈ ગઈ. 2022માં રીલિઝ થયેલી ફિલ્મો માટે પુરસ્કાર આપવામાં આવશે. બેસ્ટ એક્ટરની શ્રેણીમાં કન્નડ ફિલ્મ કંતારા માટે રિષભ શેટ્ટી વિજેતા રહ્યો, જ્યારે મલયાલમ ફિલ્મ આટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

જો હિન્દી સિનેમાની વાત કરીએ તો મનોજ વાજપેયીએ ફરી એક વખત પોતાની અદાકારીનો દમ દેખાડ્યો અને ગુલમોહર માટે સ્પેશિયલ મેન્શન મળ્યું. તો ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2022માં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થઈ હતી. ફિલ્મમાં શર્મિલા ટેગોરે પણ એક મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મનું ડિરેક્શન રાહુલ વી. ચિતેલાએ કર્યું હતું.

વિજેતાઓની આખી લિસ્ટ:

બેસ્ટ તેલુગુ ફિલ્મ: કાર્તિકેય 2

બેસ્ટ તામિલ ફિલ્મ: PS-1

બેસ્ટ કન્નડ ફિલ્મ: KGF 2

બેસ્ટ હિન્દી ફિલ્મ: ગુલમોહર

બેસ્ટ ફીચર ફિલ્મ: આટ્ટમ (મલયાલમ)

બેસ્ટ ડિરેક્ટર: સૂરજ બડજાત્યા (ઉંચાઈ)

બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર: પ્રમોદ કુમાર- ફૌજા (હરિયાણવી ફિલ્મ)

બેસ્ટ એક્શન ડિરેક્શન: KGF 2

બેસ્ટિ એનિમેશન: બ્રહ્માસ્ત્ર 1- ધર્મા

બેસ્ટ ડાયલોગ્સ: ગુલમહોર

બેસ્ટ સિનેમેટોગ્રાફી: PS-1

બેસ્ટ ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, એનવાયરમેન્ટલ વેલ્યૂઝ: કચ્છ એક્સપ્રેસ- ગુજરાતી

બેસ્ટ ફિલ્મ પ્રોવાઇડિંગ હોસલમ એન્ટરટેનમેન્ટ: કંતારા

બેસ્ટ એક્ટર: રિષભ શેટ્ટી- કંતારા

બેસ્ટ એક્ટ્રેસ: નિત્યા મેનન- તિરુચિત્રમબલમ

બેસ્ટ એક્ટ્રેસ: માનસી પારેખ- કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી ફિલ્મ)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: નીના ગુપ્તા - ઊંચાઈ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પવન રાજ મલ્હોત્રા - ફૌજા (હરિયાણવી ફિલ્મ)

બેસ્ટ ફિલ્મ ક્રિટિક: દીપક દુઆ

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર: પ્રીતમ- બ્રહ્માસ્ત્ર-1

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર બેકગ્રાઉન્ડ: AR રહેમાન- PS-1

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: એ.આર. રહેમાન- PS-1

બેસ્ટ મેલ સિંગર: અરિજીત સિંહ-  કેસરિયા-બ્રહ્માસ્ત્ર-1

નોન-ફીચરની કેટેગરીમાં વિજેતાઓની લિસ્ટ

બેસ્ટ નોન ફીચર ફિલ્મ: બીરુબાલા, હરગિલા (આસામ)

બેસ્ટ સ્ક્રિપ્ટ: કૌશિક સરકાર - મોનો નો અવેર

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન: વિશાલ ભારદ્વાજ- ફુર્સત હિન્દી

બેસ્ટ ડિરેક્શન: મેરિયમ ચેન્ડી - ફોર્મ ધ શેડો

બેસ્ટ શોર્ટ ફિલ્મ (30 મિનિટ): ઔન્યતા (આસામ)

બેસ્ટ નોન ફીચર સોશિયલઅને પર્યાવરણીય વેલ્યૂ: ઓન ધ બ્રિંક સીઝન 2 - ગરિયાલ

બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી: મૉર્મસ ઓફ ધ જંગલ (મરાઠી)

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન દર વર્ષે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતી ફિલ્મ મહોત્સવ નિર્દેશલાય દ્વારા કરવામાં આવે છે. વિજેતાઓનું સિલેક્શન જ્યૂરીના માધ્યમથી કરવામાં આવે છે. ફીચર ફિલ્મ જ્યૂરીના અધ્યક્ષ દિગ્ગજ ફિલ્મ મેકર રાહુલ રાવેલ છે, જ્યારે નોન ફીચર જ્યૂરીના અધ્યક્ષ નીલા માધબ પાંડા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp