90 વર્ષની વૈજયંતીમાલાએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ

PC: bollywoodtadka.in

પચાસ અને સાઠના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી વૈજયંતિ માલાએ તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, જેની ચર્ચા થઈ રહી છે. તેમણે રામ મંદિરમાં ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે અને દરેક જણ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. 90 વર્ષની ઉંમરે વૈજયંતી માલાએ પોતાના ડાન્સ અને એક્સપ્રેશનથી બધાના દિલ જીતી લીધા. રામ મંદિરમાં ચાલી રહેલા 'રાગસેવા' કાર્યક્રમમાં વૈજયંતી માલાએ પરફોર્મ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થઇ હતી અને 26 જાન્યુઆરીથી 'રાગસેવા'નો કાર્યક્રમ શરૂ થયો હતો. થોડા દિવસો પહેલા હેમા માલિનીએ આમાં ભાગ લીધો હતો અને શાનદાર ડાન્સ કર્યો હતો. હવે વૈજયંતિમાલાએ પણ પોતાની રજૂઆત કરી હતી.

વૈજયંતી માલાએ રામ મંદિરમાં શરૂ થયેલી 'રાગસેવા'માં ભાગ લીધો હતો અને ભરતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું. ઉંમરના આ તબક્કે વૈજયંતિ માલાના મોહક નૃત્ય અને તેની ઉર્જા જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. 90 વર્ષની ઉંમરે, માણસ નૃત્ય તો ઠીક, બરાબર ચાલી પણ શકતો નથી, અને સરખી રીતે ખાવા માટે પણ સક્ષમ નથી હોતો. પણ વૈજયંતી માલાએ બધાને આશ્ચર્યચકિત થવા પર મજબૂર કરી દીધા છે.

વૈજયંતી માલાનો આ ડાન્સ વીડિયો સિંગર માલિની અવસ્થીએ X પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, 'અહીં કળાને ભક્તિનું સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે. વૈજયંતિ માલાજીને જોઈને આ વાત વારંવાર સાચી સાબિત થતી જણાય છે. આજે પણ, ખ્યાતિ અને ગ્લેમરના સર્વોચ્ચ શિખરને પાછળ છોડીને 60 વર્ષ પછી, જે નવા કલાકારો માટે એક સ્વપ્ન છે, વૈજયંતિ માલાજી ચેન્નાઈમાં કલા પ્રેક્ટિસ કરાવીને પોતાનું જીવન પસાર કરી રહી છે. જ્યારે તે રામલલ્લાની રાગસેવા કરવા અયોધ્યા આવેલા વૈજયંતી માલાજીને 90 વર્ષની ઉંમરે નૃત્ય કરતી જોઈને મને એવું લાગ્યું કે, આ જ છે ભારતીય કલાનો આધ્યાત્મિક આનંદ, મોક્ષની સાધના છે. આ સાધનાની જય હો, આ સાધનાની જય હો.'

ચાહકો વખાણ કર્યા વગર રહી શકતા નથી. કોઈએ તેને અદ્ભુત કહ્યું, તો કોઈએ પ્રણામ કરવાનું શરૂ કર્યું. આ ટ્વીટ્સ જુઓ.....

માલિની અવસ્થીએ વૈજયંતી માલા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, પદ્મશ્રીથી સન્માનિત વૈજયંતિમાલા ભરતનાટ્યમમાં નિપુણ છે. વૈજયંતિમાલા છેલ્લા 54 વર્ષથી અભિનય અને ફિલ્મોની દુનિયાથી દૂર છે. તેમણે 1970માં ફિલ્મ 'ગંવાર'માં કામ કર્યા પછી ફિલ્મોને અલવિદા કહી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp