ચાહકને થપ્પડ મારતા નાનાનો વીડિયો થયો વાયરલ, ડિરેક્ટરે કહ્યું- આ ફિલ્મનો સીન છે!

PC: gnttv.com

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હંમેશા પોતાના દમદાર અભિનય અને ભૂમિકાઓને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ લોકોના નિશાના પર આવ્યા છે. હકીકતમાં, નાના પાટેકરે ગુસ્સામાં એક ચાહકને થપ્પડ મારી દીધી છે. ફેનને મારતા અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે નાનાની ફિલ્મના ડિરેક્ટરે દાવો કર્યો છે કે, વાયરલ થઈ રહેલો વીડિયો તેમની ફિલ્મનો શોટ છે.

નાનાનો વીડિયો વારાણસીના દશાશ્વમેધ ઘાટનો છે. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી અહીં તેની આગામી ફિલ્મ 'જર્ની'નું શૂટિંગ કરી રહ્યા છે. નાનાની ફિલ્મ 'જર્ની'નું શૂટિંગ દશાશ્વમેધ ઘાટના રસ્તે ચાલી રહ્યું હતું. નાના કપડાં અને ટોપી પહેરીને શૂટિંગ માટે તૈયાર હતા. નાનાનું ધ્યાન શૂટિંગ અને તેના ડાયલોગ્સ પર હતું.

ત્યારે પાછળથી એક છોકરો આવ્યો અને નાનાને સેલ્ફી લેવા વિનંતી કરવા લાગ્યો અને પછી પરવાનગી લીધા વગર નાના સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું. નાનાને ચાહકની આ હરકત બિલકુલ પસંદ ન આવી. તેમને ગુસ્સો આવી ગયો અને પછી છોકરા પર ગુસ્સે થઈ તેને થપ્પડ મારી દીધી. થપ્પડ માર્યા પછી નાના છોકરાને કંઈક કહેતા પણ જોવા મળ્યા હતા. દરમિયાન, ફિલ્મના એક ક્રૂ મેમ્બરે છોકરાને ગળેથી પકડી લીધો અને તેને ત્યાંથી ખેંચીને લઈ ગયો. ફેનને થપ્પડ મારવાને કારણે લોકો નાના પાટેકર પર ગુસ્સે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેતાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

જ્યારે અમે ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા સાથે આ વીડિયો પાછળના સત્ય હકીકત વિશે વાત કરી તો તેમણે કહ્યું, 'મને હમણાં જ આ સમાચારની જાણ થઈ છે. હું હમણાં એ જ વિડિયો જોઈ રહ્યો હતો. નાનાએ કોઈને માર્યા નથી, તે મારી ફિલ્મનો શોટ છે. અમે બનારસની મધ્યમાં રસ્તા પર તેનું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યાં નાના પાસે આવતા છોકરાને માથામાં માર મારવો પડે છે. શૂટિંગ ચાલી રહ્યું હતું અને નાનાએ તેને માર માર્યો પણ હતો. પરંતુ ત્યાં એકઠા થયેલા લોકોએ તેને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો અને પછી ફિલ્મનો શોટ લીક કરી દીધો. હવે નાનાને સોશિયલ મીડિયા પર નકારાત્મક અને અસંસ્કારી અભિનેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું છે. હું મીડિયા સૂત્રો દ્વારા વિનંતી કરીશ કે, ચાહકો આ વિડિયોનું સત્ય સમજે. આ ફિલ્મનો શોટ છે, નાનાએ કોઈને માર્યા નથી.'

હવે આ ઘટના પર નાના પાટેકરે પણ સફાઈ આપી છે. નાનાએ આ સમગ્ર મામલે અનિલ શર્માથી એકદમ અલગ નિવેદન આપ્યું છે. અભિનેતાએ હવે તે છોકરાની માફી માંગી છે, જેને તે વાયરલ વીડિયોમાં થપ્પડ મારતો જોવા મળ્યો હતો. નાના પાટેકરે કહ્યું કે, આ ફિલ્મની સિક્વન્સનો એક ભાગ છે. તેઓ સમજી ન શક્યા કે, વચ્ચે કોઈ બીજું આવ્યું અને ભૂલથી તેમની સાથે આવું થઇ ગયું. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને બતાવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp