એક્ટિંગથી દૂર આમીર ખાન રોજ 1 કલાક કરી રહ્યો છે રિયાજ, શું બાયોપિકની છે તૈયારી?

PC: twitter.com

આમીર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આ વાત તો જગજાહેર છે. તે ફિલ્મોમાં જે પણ રોલ નિભાવે છે, તેમાં પૂરી રીતે ઢળી જાય છે. પછી તેઓ ‘દંગલ’ના મહાવીર સિંહ હોય કે પછી ‘ગજની’ના સંજય સિંઘાનિયા. પોતાની ગત ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ ફ્લોપ થયા બાદ તેને એક્ટિંગથી દૂરી બનાવી લીધી હતી, પરંતુ હાલના દિવસોમાં તે કંઈક એવું કામ કરી રહ્યો છે જેથી એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તે પોતાની અપકમિંગ ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે. આવો જાણીએ આમીર ખાન હાલના દિવસોમાં શું કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ બતાવી રહ્યા છે કે આમીર ખાન હાલના દિવસોમાં ક્લાસિકલ મ્યૂઝિક શીખી રહ્યો છે. તે રોજ તેની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ક્લાસિકં મ્યૂઝિક ટીચર રોજ એક કલાક રિયાજ કરાવી રહ્યા છે. હવે આમીર ખાન શોખ માટે ક્લાસિક મ્યૂઝિક શીખી રહ્યો છે કે પછી પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે એ તો આગામી સમયમાં ખબર પડી જ જશે. હાલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું કનેક્શન ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ સાથે છે.

એક્ટિંગથી દૂર આમીર ખાન એક ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે, જેનું નામ ‘લાહોર 1947’ છે. તેમાં સની દેઓલ લીડ રોલમાં છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આમીર ખાનનો કેમિયો હોય શકે છે. હાલમાં તેને લઈને અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. પર્સનલ લાઇફની વાત કરીએ તો આમીર ખાન પોતાની દીકરી આયરા ખાનના લગ્નની તૈયારી કરી રહ્યો છે. આઇરા 3 જાન્યુઆરીના રોજ મંગેતર નૂપુર શિખરે સાથે લગ્ન કરવાની છે. આ લગ્ન મરાઠી રીત-રિવાજ મુજબ થશે અને તેમાં માત્ર ફેમિલી મેમ્બર્સ અને નજીકના મિત્રો સામેલ થશે. લગ્ન બાદ 6 જાન્યુઆરીના રોજ દિલ્હી અને જયપુરમાં ગ્રાન્ડ રિસેપ્શન પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp