દંગલ ગર્લ સુહાની ભટનાગરના પરિવારને મળ્યો આમીર ખાન, ફોટોમાં હસતો દેખાતા ટીકા

PC: hindustantimes.com

આમીર ખાનની ફિલ્મ 'દંગલ'ની છોટી બાબિતા ફોગાટના રોલમાં નજરે પડેલી એક્ટ્રેસ સુહાની ભટનાગર હવે આ દુનિયામાં નથી. 19 વર્ષીય સુહાનીએ ડર્મેટોસાઇટિસ નામની બીમારીના કારણે દિલ્હીની AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા હતા. 2 મહિનાથી પરેશાનીમાંથી પસાર થઈ રહેલી સુહાનીનું નિધન 16 ફેબ્રુઆરીએ થયું હતું. આ સમાચારે ફેન્સ સાથે સાથે બોલિવુડના સ્ટાર્સને પણ શોક કરી દીધા હતા. હવે આમીર ખાન સુહાણીના માતા-પિતાને મળવા તેમના ફરીદાબાદ સ્થિત ઘરે પહોંચ્યો હતો.

સોશિયલ મીડિયા પર આમીર ખાનની તસવીર સામે આવી છે. તેમાં આમીર ખાનને સુહાની ભટનાગરની તસવીર સાથે ઊભો રહેલો નજરે પડી રહ્યો છે. તેની સાથે સુહાનીના પિતા પુનિત અને માતા પૂજા ભટનાગર ઊભા છે. તેમની સાથે દિવંગત એક્ટ્રેસનો ભાઈ પણ છે. આમીર ખાને એક્ટ્રેસના પરિવારને મળીને સંવેદનાઓ વ્યક્ત કરી. સુહાનીના પરિવાર સાથે આમીરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સુહાની ભટનાગરની વાત કરીએ તો કહેવામાં આવ્યું હતું કે ખોટી સારવાર મળવાના કારણે તેનું મોત થયું.

પરંતુ આ તસવીર સામે આવી પછી આમીરની ટીકા થઈ રહી છે, કારણ કે આ તસવીરમાં તે હસતો દેખાઈ રહ્યો છે. આ જોઈને સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ આકરી ટિપ્પણી કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એક્ટ્રેસને થોડા સમય અગાઉ પગમાં ફ્રેક્ચર થયું હતું. તેની સારવાર કરાવવામાં આવી, પરંતુ જે દવાઓ તેને આપવામાં આવી હતી, તેની આડ અસર સુહાનીના શરીર પર થવા લાગી. સુહાનીના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું એક 2 મહિના અગાઉ એક્ટ્રેસના ઉંધા હાથમાં સોજો આવવાનો શરૂ થયો હતો, પરંતુ પછી આખા શરીરમાં સોજો વધી ગયો હતો. સોજો આવ્યા બાદ ઘણા ડૉક્ટરોને દેખાડ્યું, પરંતુ કોઈ પણ ડૉક્ટર બીમારી ઓળખી ન શક્યો. લગભગ 11 દિવસ અગાઉ ગત મગળવારે 6 ફેબ્રુઆરીના રોજ સુહાનીને AIIMS દાખલ કરાવવામાં આવી હતી. જ્યાં ટેસ્ટ થયા.

ત્યાં ખબર પડી કે સુહાનીને ડર્મેટોસઇટિસ નામની બીમારી થઈ છે જે ખૂબ રેર ઇન્ફેક્શન છે. આ બીમારીની સારવાર માત્ર સ્ટેરોઇડ્સ જ છે, ત્યારબાદ સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા. આ કારણે સુહાનીની બોડીનું ઓટો ઇમ્યૂન સિસ્ટમ પ્રભાવિત થયું અને ઇમ્યુનિટી નબળી થઈ ગઈ. સુહાનીના પિતાએ કહ્યું કે, ડૉક્ટરો મુજબ, આ બીમારીની રિકવરીમાં ખૂબ સમય લાગે છે, પરંતુ ઇમ્યુનિટી નબળી હોવાના કારણે એક્ટ્રેસના ફેફસા નબળા થઈ ગયા હતા. તેનાથી તેના ફેફસમાં પાણી ભરાઈ ગયું અને તેને શ્વાસ લેવામાં પરેશાની થઈ ગઈ.

તો સુહાનીની માતા પૂજા ભટનાગરે કહ્યું હતું કે તેને પોતાની દીકરી પર ખૂબ ગર્વ છે. તે બાળપણથી જ પ્રિન્ટ માટે મોડલિંગ કરતી હતી. દંગલ માટે તેને 25 હજાર બાળકોમાંથી પસંદ કરવામાં આવી હતી. તે બાળપણથી જ કેમેરા ફ્રેન્ડલી હતી. 19 વર્ષીય સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' બાદ કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે અભ્યાસ પૂરો કરવા માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. સુહાનીની માતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે તે માસ કમ્યૂનિકેશન અને જર્નાલિઝ્મનો કોર્સ કરી રહી હતી. તે અભ્યાસ પૂરો કરીને ફિલ્મોમાં કામ કરવા માગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp