ઘોડી પર નહીં જિમવિયરમાં જાન લઈને પહોંચ્યો નૂપુર, દુલ્હન બની આયરા, જુઓ વીડિયો

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં 3 જાન્યુઆરીનો દિવસ ખાસ છે. આમીર ખાનની લાડકી દીકરી આયરા ખાને ધામધૂમથી બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. કોર્ટ મેરેજ રજીસ્ટર કર્યા બાદ નૂપુર, રિસેપ્શન વેન્યૂ પર જિમવિયરમાં પહોંચ્યો. 8 કિલોમીટરની મિત્રો સાથે રનિંગ કરી, ત્યારબાદ વેન્યૂ પર પહોંચીને ઢોલ વગાડ્યો અને ખૂબ ડાન્સ કર્યો.
કંઈક આ પ્રકારે નૂપુર પોતાની જાન લઈને આયરાને લઈ જવા માટે વેન્યૂ પર પહોંચ્યો. ત્યાં પરિવારના લોકો અને નજીકના મિત્રો હતા, જેમની વચ્ચે નૂપુર ખૂબ નાચતો નજરે પડ્યો.
સોશિયલ મીડિયા પર નૂપુરની ઘણી તસવીર વાયરલ થઈ રહી છે. આયરા ખાનને ઘરે લઈ જવા માટે નૂપુરે અલગ જ અંદાજ પસંદ કર્યો, જે પોતાની જાતમાં ખૂબ અદ્દભુત હતો. લગ્નવાળા દિવસે આયરા પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ નજરે પડી. તે બ્રાઈડ ટૂ બીનું હેરબેન્ડ લગાવીને પોસ્ટ કરી રહી હતી.
તેનું કહેવું હતું કે તે આજના દિવસે તેને પહેરી રાખવાની છે. બંનેના લગ્ન કરવાના અજીબો-ગરીબ અંદાજને જોઈને ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ભાઈ આ કેવો વર છે જે જિમવિયરમાં જઇ રહ્યો છે, તે પણ પોતાની દુલ્હનને લેવા.
એક અન્ય ફેને લખ્યું કે, તેણે તો આખો સ્ટીરિયોટાઈપ્સ તોડી દીધો. મિસ્ટર પરફેક્શનિસ્ટની દીકરી છે તો કંઈક અલગ અને અનોખુ કરશે, એ આપણને ખબર હતી. તેની વાત જ અલગ છે. લગ્નવાળા દિવસે નૂપુરે આયરા માટે એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, હવે મારા ઉપર તારો મંગેતર હોવાનો ટેગ હટી જશે, કેમ કે હવે હું તારો હંમેશાં હંમેશાં માટે થઈ જઈશ. આઈ લવ યૂ આયરા ખાન.
ઉલ્લેખનીય છે કે આયરા અને નૂપુર છેલ્લા 3 વર્ષથી સાથે છે. બંનેએ લોકડાઉનમાં લિવઇન રિલેશનશિપમાં રહેવાનો પ્લાન બનાવ્યો હતો. રહ્યા પણ. ગયા વર્ષે નૂપુરે આયરમેન દરમિયાન આયરાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ મિત્રો અને નજીકનાઓની ઉપસ્થિતિમાં બંનેએ સગાઈ કરી હતી. હવે 13 જાન્યુઆરીએ બંને મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં ઉદયપુરમાં તાય અરાવલીમાં 7 ફેરા લેશે. ફેન્સ બંને માટે ખૂબ એક્સાઈટેડ છે. આયરા અને નૂપુરને એક-બીજાના પ્રેમમાં ડૂબેલા જોઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp