પાછો ફરશે બાબા નિરાલાનો જલવો, જાણો ક્યારે રીલિઝ થશે બૉબીની વેબ સીરિઝ આશ્રમ-4

PC: twitter.com

બોબી દેઓલ ફરી એક વખત પોતાના કરિયરના શાનદાર સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે વેબ સીરિઝ 'આશ્રમ'થી દુનિયાભરમાં ખૂબ લાઇમલાઇટ મેળવી છે. આ વેબ સીરિઝમાં બોબી દેઓલ, ત્રિધા ચૌધરી, અદિતી પોહનકર, દર્શન કુમાર અને ઈશા ગુપ્તા સહિત ઘણા કલાકાર મુખ્ય રોલમાં છે. અત્યાર સુધી 'આશ્રમ'ની 3 સીરિઝ આવી ચૂકી છે. એ જ સમયે આ સીરિઝની ચોથી સીઝનનો પણ ખુલાસો કરી દેવામાં આવ્યો હતો. એવામાં હવે અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ કે આશ્રમ 4 ક્યારે અને ક્યાં રીલિઝ થશે.

'આશ્રમ 4' ગયા વર્ષે OTT પ્લેટફોર પર રીલિઝ થવાની હતી, પરંતુ કોઈ કારણે એ રીલિઝ ન થઈ શકી, પરંતુ હવે 'આશ્રમ 4' રીલિઝ થવાને લઈને ફરીથી ચર્ચાઓનો બજાર ગરમ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોબી દેઓલની આ વેબ સીરિઝ આ વર્ષે ડિસેમ્બરના અંતમાં રીલિઝ થઈ શકે છે. જો કે, મેકર્સ તરફથી તેના રીલિઝને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 'આશ્રમ' સીરિઝનું ડિરેક્શન પ્રકાશ ઝાએ કર્યું છે. 'આશ્રમ 3' સાથે તેમણે 'આશ્રમ 4'નું એક નાનકડું ટ્રેલર રીલિઝ કર્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

જેમાં વેબ સીરિઝની અગાળની કહાની બાબતે જાણવા મળે છે. આશ્રમમાં બાબા નિરાલાના રૂપમાં બોબી દેઓલનું કામ તેના કરિયરમાં બેસ્ટમાં સામેલ થઈ ચૂક્યું છે. બોબી દેઓલે બાબાના કેરેક્ટરમાં જીવ ફૂંકી દીધો. બાબા નિરાલાના આશ્રમમાં જ્યાં સત્તા ચાલે છે તો સમાજના હાશિયામાં રહેતા વર્ગોને પણ પોતાની સાથે કર્યા. જે તેમને પોતાના ઉદ્ધારકર્તાના રૂપમાં જુએ છે. પરંતુ ચમત્કારી ચહેરા પાછળ, એક કાળું સત્ય છુપાયેલું હતું, જેણે બોબી દેઓલને પોતાની એક્ટિંગ કળીની ઊંડાઈમાં જવાનો પડકાર આપ્યો.

બાબા નિરાલાના રૂપમાં બોબી દેઓલનું પ્રદર્શન દર્શકોના દિલો પર છવાઈ ગયું છે અને તે સીઝન 4 સાથે તેની વાપસીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર પ્રકાશ ઝાની પ્રસિદ્ધ સીરિઝ 'આશ્રમ'ની પહેલી સીઝન 28 ઓગસ્ટ 2020ના રોજ રીલિઝ કરવામાં આવી હતી. આ પહેલી સીરિઝમાં કુલ 9 એપિસોડ હતા. તેના તુરંત બાદ આશ્રમ 2' એ જ વર્ષે રીલિઝ કરવામાં આવી. એ 11 નવેમ્બર 2020ના રોજ રીલિઝ કરવામાં આવી હતી. બીજી સીઝનમાં પણ કુલ 9 એપિસોડ હતા અને એ સીઝને પણ લોકોને ખૂબ ચોંકાવ્યા. તો આશ્રમ 3'ને લાંબા ગેપ બાદ સીરિઝ કરવામાં આવી, જે 3 જૂન 2022ના રોજ રીલિઝ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp