સલમાનની બહેન અર્પિતા વજન અને રંગના કારણે થાય છે ટ્રોલ, પતિ આયુષે કહી આ વાત

PC: bollywoodshaadis.com

સલમાન ખાનની બહેન અર્પિતાને અવારનવાર તેના રંગ અને વજનના કારણે ટ્રોલ કરવામાં આવે છે. જોકે, આજ સુધી અર્પિતાએ ટ્રોલ્સને જવાબ નથી આપ્યો. પરંતુ, અર્પિતાના પતિ અને એક્ટર આયુષ શર્માએ ટ્રોલ્સને ફટકાર લગાવી છે. આયુષ શર્માએ ટેડએક્સ પોર્ટલને એક ઇન્ટરવ્યૂ આપ્યુ હતું, જેમા તે પોતાની પત્ની અર્પિતાનો બચાવ કરતો દેખાયો હતો અને આ સાથે જ તેણે ટ્રોલ્સને ફટકાર લગાવી હતી. આયુષે કહ્યું હતું કે, પોતાના ડાર્ક સ્કિન કલર અને વજનની મજાક બનવા છતા પણ અર્પિતા પોતાના પર ગર્વ અનુભવે છે. આ સાથે જ આયુષે એવુ પણ કહ્યું કે, તેની પત્નીને માત્ર એટલા માટે નિશાનો બનાવવામાં આવે છે કારણ કે, તે એક પબ્લિક ફિગર છે.

આયુષ શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, મારી પત્નીને વજન વધુ હોવાના કારણે હંમેશાં ટ્રોલ કરવામાં આવે છે. લોકો હંમેશાં તેના પર નિશાનો સાધતા રહે છે અને કહે છે કે, એક સેલિબ્રિટી હોવાના નાતે તેણે આટલા જાડા ના હોવુ જોઈએ અથવા તો પછી તેણે કેવા કપડાં પહેરવા જોઈએ અને તેનો રંગ શ્યામ છે. આયુષ શર્માએ આગળ કહ્યું હતું કે, જેવી તેની કોઈ તસવીર આવે છે તો લોકો તેને તરત યાદ અપાવે છે કે તેનો રંગ ડાર્ક છે.

આયુષ શર્માએ આગળ કહ્યું, આજના સમયમાં કોઈપણ અંદરની સુંદરતાને નથી જોતું અને કોઈપણ એ વાત નથી જાણવા માંગતું કે એક વ્યક્તિના રૂપમાં તમે કેટલા સુંદર છો. માત્ર લોકો પોતાના બહારના રૂપથી સુંદર દેખાવા માંગે છે. આ સાથે જ આયુષ શર્માએ એવુ પણ કહ્યું કે, મને પોતાની પત્ની પર ગર્વ છે કારણ કે, તે પોતાની સ્કિનમાં કન્ફર્ટેબલ અનુભવ કરે છે. તે જે છે, તેના પર તેને ગર્વ છે.

 

Aayush on trolling against Arpita
by u/Sonam-Ki-Kutiya in BollyBlindsNGossip

ઇન્ટરવ્યૂમાં આયુષ શર્માએ એવુ પણ જણાવ્યું હતું કે, અર્પિતા ક્યારેય પણ કેમેરાની સામે નથી આવવા માંગતી. તેણે કહ્યું કે, અર્પિતા મને બંધ રૂમમાં કહે છે કે, હું સેલિબ્રિટી નથી, મેં સેલિબ્રિટી બનવા માટે કંઈ નથી કર્યું. હું ક્યારેય પણ કેમેરાની સામે નથી આવવાની. આથી, હું જે છું હંમેશાં એ જ રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp