Video: ટીવીના રામ ગુરમીતે ઢળી પડેલા વ્યક્તિને CPR આપી જીવ બચાવ્યો

PC: freepressjournal.com

ગુરમીત ચૌધરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેતાએ ટેલિવિઝનની સાથે સાથે બોલિવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. એક સારા અભિનેતા હોવા ઉપરાંત ગુરમીત સામાજિક કામ પણ કરે છે. હાલમાં જ ગુરમીત ચૌધરી તેની પત્ની દેબીના અને બાળકો સાથે બીચ સફાઇ અભિયાન કરતો જોવા મળ્યો હતો. જેમાં લોકોએ ગુરમીત અને દેબીનાને તેની બંને દીકરીઓને સારા સંસ્કાર આપવા માટે તેમની પ્રશંસા કરી હતી. હવે ફરી એકવાર ગુરમીતે લોકોનું દિલ જીતી લીધું છે. સોશિયલ મીડિયા પર ગુરમીતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક વ્યક્તિને CPR આપતો જોવા મળી રહ્યો છે.

ટેલિવિઝનના જાણીતા અભિનેતા ગુરમીત ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા જમીન પર બેભાન પડેલા એક વ્યક્તિને CPR આપતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અભિનેતા બીજા લોકોને પણ મદદ કરવા માટે બોલાવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા પછી તેના આ વ્યવહારને જોઇ લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે.

મુંબઈના રસ્તા પર એક વ્યક્તિને બેભાન જમીન પર પડેલો જોઇ ગુરમીતે તેને બચાવવાની કોશિશ કરી. ગુરમીતે તેને CPR આપ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. અભિનેતાએ સમય રહેતા યોગ્ય પગલું લેતા તે વ્યક્તિનો જીવ બચાવી લીધો. ગુરમીત જ્યારે તે વ્યક્તિને સીપીઆર આપી રહ્યો હતો, ત્યારે તેણે આસપાસ કોઇ ડૉક્ટર છે તે લોકોને પૂછ્યું. ગુરમીતને તે વ્યક્તિની મદદ કરતા લોકો ચોંકી ગયા અને પછી તેની પ્રશંસા કરવા લાગ્યા.

 
 
 
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

ગુરમીત ચૌધરીને ટેલિવિઝનના રામ તરીકે ઓળખવામાં આવે છે. તેણે રામાયણ ટેલિવિઝન સીરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં ગુરમીતની સાથે તેની પત્ની દેબીનાએ સીતા માંનું પાત્ર ભજવ્યું હતું. આ બંનેનો આ પહેલો શો હતો. ખેર, ગુરમીત ચૌધરીને ગીત હુઈ સબસે પરાઈના માન સિંહ ખુરાના પાત્રથી પ્રસિદ્ધિ મળી હતી. આ ઉપરાંત તેણે ઝલક દિખલા જા-5, નચ બલિયે-6 અને ખતરો કે ખેલાડી -5 જેવી રિઆલીટી શોમાં પણ ભાગ લીધો છે. ગુરમીત ચૌધરીએ થ્રિલર ફિલ્મ ખામોશિયાથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

અંગત જીવન

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીએ 2006માં લગ્ન કર્યા હતા. કપલે 2011માં બંગાળી રીતિ-રિવાજથી બીજીવાર લગ્ન કર્યા. ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીના ઘરમાં એપ્રિલ 2022માં દીકરીનો જન્મ થયો અને ત્યાર પછી નવેમ્બર 2022માં વધુ એક દીકરીનો જન્મ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp