શું ‘અબ્દુલ’ તારક મહેતા છોડી રહ્યો છે? શૉ છોડવા પર બોલ્યો- હું ક્યાંય...
ટીવીની દુનિયાનો પોપ્યુલર શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી પરદા પર છવાયેલો છે. ઘણા રોલ તેની સાથે જોડાયા અને ફેમસ થયા. દિશા વકાણીથી લઈને શૈલેષ લોઢા દ્વારા શૉ છોડવા પર તેણે જ્યાં લાઇમલાઇટ મેળવી. તો અબ્દુલના જવા પર પણ અટકળો તેજ થઈ ગઈ હતી, પરંતુ એક્ટર શરદ સાંકલાએ તેની પાછળનું સત્ય બતાવ્યું છે કે વાસ્તવમાં તે જઇ રહ્યો છે કે નહીં. એક્ટર શરદ સાંકલા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલનો રોલ નિભાવી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સમાં ગત દિવસોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે શૉ છોડીને જઇ રહ્યો છે. હવે નજરે નહીં પડે, પરંતુ એક અખબાર સાથે વાતચીત કરતા એક્ટરે અફવાઓનું ખંડન કર્યું. સાથે જ આશ્વાસન પણ આપ્યું કે શૉ છોડવાનો તેનો કોઈ પ્લાન નથી. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી આ શૉ પ્રસારિત થશે, ત્યાં સુધી તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતો રહેશે. શરદ સાંકલાએ શૉથી બહાર થવાની અફવાઓ બાબતે વાત કરતા કહ્યું કે, આ સમાચાર પૂરી રીતે ખોટા છે.
તેણે ભાર આપ્યો કે તે શૉની કહાનીનો હિસ્સો છે અને જલદી જ ગોકુલધામ સોસાયટીમાં કમબેક કરશે. અફવાઓ પર વાત કરતા તેણે કહ્યું કે, નહીં સમાચાર એકદમ ખોટા છે. હું ક્યાંય જઇ રહ્યો નથી. શૉનો હિસ્સો છું. શૉની સ્ટોરીલાઇન એવી છે કે જ્યાં મારા રોલનું અત્યારે કોઈ કામ નથી, પરંતુ ખૂબ જ જલદી અબ્દુલ પાછો આવી જશે. એ સ્ટોરીલાઇનનો હિસ્સો છે. શરદે વધુમાં જણાવ્યું કે, એ એટલો સુંદર અને લાંબો ચાલનારો શૉ છે અને હું અબ્દુલના રોલથી પ્રખ્યાત છું. એ મારા માટે એક મોટી ઉપલબ્ધિ છે.
શરદ સાંકલાએ કહ્યું કે, હું શૉ શા માટે છોડું? હું શૉ છોડવા બાબતે વિચારી પણ શકતો નથી. પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ મારા માટે એક પરિવારની જેમ છે અને અમારા નિર્માતા અસિત કુમાર મોદી મારા કૉલેજના મિત્ર છે અને એવું કોઈ કારણ નથી કે હું શૉ ક્યારેય છોડું. જ્યાં સુધી શૉ ચાલતો રહેશે, ત્યાં સુધી હું તેનો હિસ્સો રહીશ.
ઉલ્લેખનીય છે કે શરદ સાંકલા દ્વારા શૉ છોડવાની અફવા એટલે ઊડી કેમ કે તે લાંબા સમયથી નજરે પડી રહ્યો નથી. અબ્દુલનો જન્મદિવસ ગોકુલધામ સોસાયટીવાળા ભૂલી જાય છે, જેથી તે દુઃખી થઈ જાય છે. આ કારણે તે ગાયબ થઈ જાય છે. તેનાથી ત્યાં રહેનારા પરેશાન થઈ જાય છે. ત્યારબાદ જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો થવા લાગ્યો કે શરદ મે મહિનામાં જ શૉ છોડી ચૂક્યો છે, પરંતુ એવું કશું જ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp