ઈશાએ કહ્યું- મને પણ એક્ટરે એકલી બોલાવેલી, હું તૂટી ગયેલી

PC: indianexpress.com

બોલિવુડની ગ્લેમરસ દુનિયાની પાછળ છુપાયેલુ સત્ય અનેક એક્ટ્રેસે ઘણી વાર જણાવ્યું છે, હવે આ લિસ્ટમાં એક્ટ્રેસ ઇશા કોપીકરનું નામ પણ જોડાયું છે. ઇશા કોપીકરે ખુલાસો કર્યો છે કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. તેને હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, એક બોલિવુડ એક્ટર તેને એકલામાં મળવા ઈચ્છતો હતો, પણ તેને એક્ટરને ના પાડી દીધી હતી. આ ઘટના પછી તે પૂરી રીતે તૂટી ગઈ હતી.

મોસ્ટ ડેયરિંગ એક્ટ્રેસની છબી

ઇશા કોપીકરે તમામ ફિલ્મોમાં અનેક બોલ્ડ અને ઇન્ટિમેન્ટ સીન આપ્યા છે. ઇશાની છબી બી ટાઉનની બોલ્ડ અને મોસ્ટ ડેરિંગ એક્ટ્રેસની રહી છે, પણ આ સમયે તેને આશ્ચર્યચકિત કરનાર ખુલાસો કર્યો છે.

ઇશાએ કહી સમગ્ર ઘટના

ઇશાએ જણાવ્યું કે, એક એક્ટર તેને સ્ટાફ વગર મળવા ઇચ્છતો હતો, જ્યારે તેને આ વાત માટે ના પાડી તો, તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ઇશાના આ નિવેદન પર બોલિવુડ હંગામાએ તેને પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે ઈશાએ કહ્યું કે, ‘હું પૂરી રીતે તૂટી ગઈ હતી અને આ બધાથી મોહભંગ થઇ ગયો હતો. કેમ કે, હું વિચારતી હતી કે, આ વસ્તુ મહત્ત્વની છે કે, તમે શું જુઓ છો અને કેવી રીતે એક્ટ કરો છો, પણ વાસ્તવિકતામાં આ વાત મહત્ત્વની છે કે, તમે હીરોના ગુડ બુક્સમાં છો અને ગુડ બુક્સનો અર્થ આ જ છે.’

 
 
 
View this post on Instagram

A post shared by Isha Koppikar Narang (@isha_konnects)

ઇશાએ આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે, આપણા બધાની પોતાની પ્રાથમિકતાઓ હોય છે, મારું જીવન મારા કામથી મોટું છે. અંતે આ મારી અંતરાત્મા છે, મને અરીસો જોવાની અને સારું અનુભવવાની જરૂર છે.’ ઇશાની વેબ સિરીઝ ‘દહાનમ’ હાલમાં જ રીલિઝ થઇ છે. આ હિન્દી અને તમિલ ભાષામાં છે. સિરીઝમાં ઇશા એક પોલીસ અધિકારી બનેલી છે, આ સિરીઝને રામ ગોપાલ વર્માએ બનાવ્યું છે.

ઇશા કોપીકરની ફિલ્મો

‘ખલ્લાસ ગર્લ’ના નામથી પ્રસિદ્ધ ઇશા કોપીકરના કરિયરની મુખ્ય ફિલ્મોમાં ‘પિંજર’, ‘કયામત’, ‘ડરના મના હૈ’, ‘ક્યા કૂલ હૈ હમ’ સહિત અન્ય ફિલ્મો છે. તેની મહત્તમ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી. ધીમે-ધીમે ઇશા બોલિવુડથી ગુમ થઇ ગઈ. ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવું સરળ નથી, તેનો ઉલ્લેખ ઇશાએ અનેક વાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp