'સિર્ફ તૂમ'ની આરતીનો આખો લૂક બદલાઈ ગયો, હવે આવી દેખાય છે
90ના દશકમાં પોતાની શાનદાર અદાકારીથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી અદાકારા આજે બોલિવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ સમય સમય પર તેની સાથે જોડાયેલી જાણકારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત સામે આવતી રહી છે. કેટલીક અદાકારા એવી પણ છે જેમનું રૂપ હવે ઘણું બદલાય ગયું છે. જેમને ઓળખી શકવું મુશ્કેલ છે. આજે અમે આ આર્ટિકલમાં એક એવી જ ચર્ચિત અદાકારાની વાત કરી રહ્યા છે જેણે વર્ષ 1999મા આવેલી ફિલ્મ ‘સિર્ફ તુમ’માં આરતીની ભૂમિકા ભજવી હતી.
સંજય કપૂર, સુસ્મિતા સેન અને પ્રિયા ગિલની ફિલ્મ ‘સિર્ફ તુમ’ વર્ષ 199મા રીલિઝ થઈ હતી. અ ફિલ્મ એક એવી પ્રેમ કહાની પર બની છે જ્યાં એક-બીજાને જોયા નથી પરંતુ પ્રેમ પણ એટલો છે કે મળવા માટે દરેક સંભવિત પ્રયત્ન કરી રહ્યા છે.
ફિલ્મમાં દીપક એટલે કે સંજય કપૂર અને આરતી એટલે કે પ્રિયા ગિલની કેમેસ્ટ્રીએ ધૂમ મચાવી દીધી હતી. ફેન્સના દિલોમાં બંને જ સ્ટાર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા. આ ફિલ્મ ખૂબ હિટ રહી હતી. આ ફિલ્મના સોંગ આજે પણ લોકોના મોઢે સંભળાય છે. ફિલ્મને રીલિઝ થયાના લગભગ 22 વર્ષ થઈ ચૂક્યા છે અને હવે ફિલ્મની એક્ટ્રેસ પ્રિયા ગિલનો લૂક બદલાઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર પ્રિયા ગિલની એક લેટેસ્ટ તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર તેની ખાસ સખી દ્વારા લેવામાં આવી છે. સિમ્પલ લૂકમાં, મેકઅપ વિના નજરે પડનારી પ્રિયા ગિલ આજે પણ સુંદર દેખાય છે. ફેન્સ આરતી એટલે કે પ્રિયા ગિલના વખાણ કરતા થાકી રહ્યા નથી. એક ફેને લખ્યું કે તું ખૂબ સુંદર છે. તો બીજાએ લખ્યું કે તું જરાંય બદલાય નથી. પ્રિયા ગિલ વર્ષ 1995ની મિસ ઈન્ડિયા ફાઇનાલિસ્ટ રહી ચૂકી છે. તેણે સલમાન ખાન, શાહરુખ ખાન જેવા ઘણા સ્ટાર સાથે કામ કર્યું છે. જોકે તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નથી. પ્રિયા છેલ્લી વખત વર્ષ 2006મા ફિલ્મ ‘ભૈરવી’માં નજરે પડી હતી.
પ્રિયા ગિલે વર્ષ 1996મા ‘તેરે મેરે સાપને’ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ ફિલ્મમાં તેની સાથે અરસદ વારસી નજરે પડ્યો હતો પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાલ દેખાડી શકી નહોતી પરંતુ પ્રિયા ગિલની માસૂમિયતે બધાના દિલ જીતી લીધા હતા. તેણે આ ફિલ્મ દ્વારા એટલી લોકપ્રિયતા મેળવી કે બાકી હિરોઈન પાછળ છૂટી ગઈ હતી. તેની આ પહેલી ફિલ્મ નહોતી પરંતુ જે ઓળખ તેને આ ફિલ્મમાં મળી તે બાકી ફિલ્મોથી મળી નહોતી.
બોલિવુડમાં જ્યારે ફિલ્મો ન ચાલી તો રિજનલ ફિલ્મો કરવા લાગી. પહેલા મલયાલમમાં ‘મેઘમ’ કરી. તેણે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું. બોલિવુડમાં પ્રિયા ગિલની સફર માત્ર 10 વર્ષ સુધી જ રહી પરંતુ તેણે ‘તેરે મેરે સપને’, ‘સિર્ફ તુમ’ અને ‘જોશ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. રિપોર્ટ્સ મુજબ હવે પ્રિયા લગ્ન કરીને ડેનમાર્કમાં સેટલ થઈ ગઈ છે અને પોતાના પરિવાર સાથે ખુશાલ જિંદગી વિતાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp