અદાએ સુશાંતનું એપાર્ટમેન્ટ ખરીદ્યું? મહિનાઓ સુધી ચૂપ રહી, મૌન તોડી સાચું કહ્યું

PC: chhattisgarhrajya.com

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા હાલમાં જ ધ કેરળ સ્ટોરી માટે ચર્ચામાં હતી. આ પછી અદા 'બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી'માં પણ જોવા મળી હતી. પરંતુ, ફિલ્મને ધ કેરળ સ્ટોરી જેવી સફળતા મળી ન હતી. તાજેતરમાં, અદા એક અન્ય કારણોસર સમાચારમાં રહી હતી. અભિનેત્રી થોડા સમય પહેલા દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ એપાર્ટમેન્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રીને સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટની બહાર જોવામાં આવ્યા પછી ચર્ચા થઈ હતી કે, અભિનેત્રી કાં તો અભિનેતાનું એપાર્ટમેન્ટ ખરીદવા જઈ રહી છે અથવા તો તે અહીં ભાડે રહેશે. જોકે, અત્યાર સુધી અદાએ આ સમાચારો પર મૌન જાળવી રાખ્યું હતું.

ઓગસ્ટ 2023માં આ સમાચારે ચાહકો અને જનતાને પરેશાન કર્યા હતા. હકીકતમાં, 2020માં સુશાંત સિંહ રાજપૂતના દુઃખદ અવસાનથી દેશને આંચકો લાગ્યો હતો. 14 જૂન 2020ના રોજ સુશાંતની લાશ આ એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. ત્યારથી આ ફ્લેટ ખાલી છે. થોડો સમય શાંત રહ્યા પછી અદાએ હવે આ સમાચાર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઈન્ટરવ્યુમાં, અદા શર્માએ પોતાને સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટની બહાર જોઈને પ્રતિક્રિયા આપતા કહ્યું, 'અત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે, હું દરેકના દિલમાં રહું છું. બોલવાનો એક યોગ્ય સમય હોય છે. જ્યારે હું તે જગ્યા જોવા ગઈ હતી તો મીડિયાનું ધ્યાન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હું એક ખાનગી વ્યક્તિ છું. હું મારી ફિલ્મો થકી લોકોની નજરમાં રહેવાનું પસંદ કરું છું, પરંતુ હું મારા અંગત જીવન વિશે હંમેશા ખાનગી રહી છું. હું મારી ગોપનીયતાનું રક્ષણ કરું છું.'

જ્યારે સુશાંત સિંહ રાજપૂતના એપાર્ટમેન્ટના વેચાણના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા, ત્યારે આ ચર્ચોને જોઈને અદા શર્મા થોડી નિરાશ થઈ ગઈ. તેને લાગ્યું કે, જે હવે નથી રહ્યો તેના વિશે વાત કરવી ખોટું છે. તેણે કહ્યું, 'મેં એ પણ વિચાર્યું કે, એવા વ્યક્તિ વિશે વાત કરવી ખોટું છે જે હવે આ દુનિયામાં નથી, જેણે આટલી સુંદર ફિલ્મો કરી છે. હું આવી બાબતોનું સમર્થન કરતી નથી. તે એક એવો અભિનેતા હતો, જેના માટે મને ખૂબ જ આદર છે, તેથી જ્યાં તેમનું સન્માન થાય છે ત્યાં હું તે બધું જ રાખવા માંગુ છું.'

અદાએ આગળ કહ્યું, 'મને એ ગમતું નથી કે લોકો ચાલુ કેટેગરીની ટિપ્પણી કરે... મને તે ગમ્યું નહીં. મેં તેના વિશે કેટલીક ટિપ્પણીઓ વાંચી. મારો મતલબ છે કે, તમે મને ટ્રોલ કરી શકો છો, પરંતુ એવી કોઈ વ્યક્તિને ટ્રોલ કરશો નહીં, કે જે ત્યાં નથી અથવા તેના વિશે બોલવા માટે કોઈ નથી. હું ક્યાં રહું છું તેના વિશે હું ટૂંક સમયમાં બોલીશ, પરંતુ અત્યારે હું લાખો લોકોના દિલમાં જીવી રહી છું, તે પણ ભાડું ભર્યા વગર.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp