આદિપુરુષઃજલેગી ભી તેરે બાપ કી..હનુમાનજીના ડાયલોગ પર લોકો ગરમ, કહ્યું-ભગવાનથી ડરો

આદિપુરુષ ફિલ્મ થિએટરમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ વાયરલ થવા લાગી છે. ફિલ્મ જોનારા તેના ફાયદા અને ગેરફાયદા ગણાવી રહ્યા છે. હનુમાનના ડાયલોગ્સને લઈને જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે. રાવણના VFXની મજાક ઉડી રહી છે. કેટલાક રમુજી ટ્વિટ્સ પણ છે. ઘણા દર્શકોએ એમ પણ લખ્યું છે કે, ઓમ રાઉતની ફિલ્મ જોયા પછી રામાનંદ સાગર માટે તેમનું સન્માન વધી ગયું. કેટલાક દર્શકો એવા છે કે, જેઓ અનેક ખામીઓને અવગણીને પણ થિયેટરમાં રામકથાનો આનંદ માણી રહ્યા છે.
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી છે. આંધ્ર અને તેલંગાણામાં સવારે 4 વાગ્યાના શો હતા. સવારથી જ સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભીડ જોવા મળી રહી છે. અન્ય સ્થળોએ પણ ઘણા લોકો ટ્વિટ કરીને દાવો કરી રહ્યા છે કે, આદિપુરુષ ફિલ્મ બેક ટુ બેક જોઈ છે. આ દરમિયાન, ફિલ્મ જોનારા લોકોની કેટલીક ટ્વિટ્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
દર્શકોની સૌથી વધુ નારાજગી હનુમાનજીના ડાયલોગ્સ પર જોવા મળે છે. એક યુઝરે ટ્વીટ કર્યું છે કે, બજરંગબલી ડાયલોગઃ 'કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી.' આવા હલકા સંવાદો લખવામાં આવ્યા છે અને અપેક્ષા છે કે, આપણા યુવાનો આ રામાયણ જોવે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી છે કે, 'આવી સ્થિતિમાં હનુમાનજી માટે પણ એક સીટ રિઝર્વ કરવામાં આવી છે. તેઓ આવા સંવાદો સાંભળવા આવશે. બોલિવૂડના લોકો, ભગવાનથી તો ડરો.'
બીજી ટિપ્પણી એ છે કે, આદિપુરુષમાં મધ્યાન્તર આટલો ખરાબ હોવાની અપેક્ષા નહોતી. સંવાદો ખુબ જ ભયંકર રીતે લખાયા છે. હનુમાનની પૂંછડી સળગાવીને માણસ કહે છે કે, કેમ તારી બળીને? હનુમાન-હવે તારા બાપની પણ બળશે. લંકામાં દરેક વ્યક્તિ એવું લાગે છે કે, જાણે દરેક પાસે 2023ના આધુનિક વાળંદની દુકાન હતી.
એક યુઝરે લખ્યું છે કે, આદિપુરુષના વિઝ્યુઅલ જોયા બાદ રામાનંદ સાગર માટે મારું સન્માન 100 ગણું વધી ગયું છે. 26 વર્ષ પહેલા, કોઈપણ ટેક્નોલોજી અને મર્યાદિત સંસાધનો વિના, તેમણે એવો જાદુ બનાવ્યો, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.
#Adipurush
— Aman (@amanaggar02) June 16, 2023
BajrangBali #Hanuman Ji dialogue: Kapda tere baap ka. Tel tere baap ka. Aag bhi tere baap ki. Toh jalegi bhi tere baap ki.
This cheap dialogues are written and they expect our youth to watch this Ramayan @manojmuntashir @omraut
Shame
પ્રભાસની મૂછ સાથેનો લુક ઘણા લોકોને પસંદ આવ્યો ન હતો. તેની સરખામણી જૂની ફિલ્મો અને સિરિયલોના રાવણ સાથે કરવામાં આવી છે. VFXને લઈને નકારાત્મક ટિપ્પણીઓ પણ દેખાઈ રહી છે. ખાસ કરીને રાવણના દસ માથાવાળો સીન ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.
After watching visuals coming out of #Adipurush , My respect for Ramananda sagae has gone up 100x,26 years ago, without any technology and limited resources, he created magic, absolute magic which even after so many years remains unmatched.
— Roshan Rai (@RoshanKrRaii) June 16, 2023
This is pathetic. pic.twitter.com/AuSX9sCmNr
તો બીજી તરફ ઘણા લોકોએ હનુમાનજીના દ્રશ્યોના વખાણ કર્યા છે. રામ સાથે બજરંગબલીની મુલાકાત, લંકા દહન, પૃષ્ઠભૂમિ સંગીત વગેરેની પ્રશંસા થઈ રહી છે. સાથે જ એક દર્શકે લખ્યું છે કે, કેટલીક ફિલ્મોને જજ ન કરવી જોઈએ પરંતુ વખાણ કરવા જોઈએ. સારી સ્ક્રીનપ્લે, મ્યુઝિકની સાથે તેમાં ઘણા રુંવાટા ઉભા થઇ જાય તેવા સીન છે. VFX હજુ કાચું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp