સારાની ફિલ્મ 'એ વતન મેરે વતન' જોતા પહેલા વાંચી લો રિવ્યૂ, ઉષા મહેતાની આ કહાની..

PC: newsroompost.com

આપણાં ઇતિહાસમાં એવા ઘણા હીરો છે, જેમની બાબતે આપણે ઘણું ઓછું જાણીએ છીએ અને સિનેમાના માધ્યમથી એવા ઘણા લોકો બાબતે આપણે જાણી શકીએ છીએ. એવી જ એક હસ્તી છે ઉષા મેહતા. જેમની કહાની કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે અને આજની પેઢીને તો કદાચ ખબર પણ નહીં હોય. હવે આજની પેઢીની હીરોઈન સારા અલી ખાને પ્રાઇમ વીડિયો પર રીલિઝ થયેલી ફિલ્મમાં તેમનો રોલ નિભાવ્યો છે, પરંતુ શું તે આ રોલ સાથે ન્યાય કરી શકી છે? ચાલો આ આર્ટિકલમાં વધુ વિગત જાણીએ.

કહાની:

ઉષા મેહતાનું બાળપણનું સપનું હોય છે કે ભારત આઝાદ થઈ જાય, પરંતુ 9 વર્ષની ઉષા શું કરે? જ્યારે તેઓ મોટા થાય છે તો ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરે છે. તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થાય છે, તેઓ બ્રહ્મચર્ય અપનાવે છે, પરંતુ જ્યારે કોંગ્રેસ લીડર્સ અરેસ્ટ થઈ થઈ જાય છે, તો ઉષા મેહતાના મિત્રો પણ તેમનો સાથ છોડી દે છે. પછી તેઓ પોતાના મિત્ર ફહાદ એટલે કે સ્પર્શ શ્રીવાસ્તવ સાથે મળીને કોંગ્રેસ રેડિયો શરૂ કરે છે. ત્યારબાદ ક્રાંતિની આગ ભડકી જાય છે અને અંગ્રેજ ઉષા મેહતાને શોધવા લાગે છે. ત્યારબાદ ઉષાની કહાનીમાં શું થાય છે તેના માટે તમે આ ફિલ્મ જોઈ શકો છો.

કેવી છે ફિલ્મ?

આ ફિલ્મની કહાની એવી છે, જે લોકો સુધી પહોંચાવી જોઈએ. ફિલ્મ શરૂઆતમાં સ્લો છે. મુદ્દા પર આવતા સમય લાગે છે અને આ હિસ્સો તમને બોરિંગ લાગી શકે છે. ફિલ્મમાં રસ ત્યારે આવે છે, જ્યારે રેડિયો શરૂ થાય છે. ત્યાંથી તમે આ કહાનીને જાણવા માગો છો. કહાનીને તો જાણવામાં મજા આવે છે, પરંતુ ફિલ્મ સાથે તમે એ પ્રકારે કનેક્ટ થતા નથી, જેમ થવું જોઈએ. ફિલ્મના પત્ર તમારા દિલને એ પ્રકારે સ્પર્શતા નથી, જે પ્રકારની આ કહાની છે. કુલ મળીને આ ફિલ્મને ઉષા મેહતાની કહાની જાણવા માટે જ જોઈ શકાય છે.

ડિરેક્શન

ફિલ્મને કન્નન ઐય્યરે ડિરેક્ટ કરી છે, જેમણે વર્ષ 2013માં 'એક થી ડાયન' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. સારી કહાનીને કન્નન એ રીતે રજૂ ન કરી શક્યા, જેવી આશા હતી અને અહી ક્યાંક ને ક્યાંક તેઓ કલાકારોના કારણે ફેલ થયા.

એક્ટિંગ

સારા અલી ખાને ઘણી ફિલ્મોમાં દેખાડ્યું છે કે તેની એક્ટિંગ રેંજ સારી છે, આ રોલ મુશ્કેલ હતો. તે એવા ક્રાંતિકારીનો રોલ કરી રહી હતી, જેના વધારે રેફરેન્સ પણ નથી, પરંતુ અહી સારા બસ પ્રયાસ કરતી રહી જાય છે. તેનો પ્રયાસ સફળ થતો દેખાઈ રહ્યો નથી. ક્યાંક ને ક્યાંક લાગે છે કે એ રોલ તેને શૂટ કરતો નથી. એ નવા જનરેશનની એક્ટ્રેસ છે અને ક્યાંક ને ક્યાંક તેને આ રોલમાં પચાવી પાડવી મુશ્કેલ થઈ જાય છે. 'લાપતા લેડિઝ' બાદ સ્પર્શ શ્રીવાસ્તવે સારું કામ કર્યું છે. ઈમરાન હાશ્મીનો કેમિયો પણ કોઈ ખાસ ઇમ્પ્રેશ કરતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp