આ બોલિવુડ અભિનેત્રીને ન ગમી ‘એનિમલ’ ફિલ્મ, કહ્યું- ડિસ્ટર્બ થઈ ગઈ

PC: twitter.com

2023ની સૌથી મોટી બ્લોકબ્લસ્ટર સાબિત થયેલી રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. દર્શકોને આ ફિલ્મ બહુ ગમી હતી, પરંતુ બીજી બાજુ ઘણા લોકો એવા હતા, જેને આ ફિલ્મને ઝાટકી નાખી હતી, જેમાં સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ અભિનેત્રી સૈયામી ખૈરે પણ આ ફિલ્મની ઝાટકણી કાઢી હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન સૈયામી ખૈરે કહ્યું હતું કે, તે રણબીર કપૂરની રોકસ્ટાર અને બરફી ફિલ્મ જોવાનું પસંદ કરશે, કારણ કે તે ભારતમાં બેસ્ટ છે, પરંતુ ‘એનિમલ’ ફિલ્મને બીજીવાર નહીં જોવે. વ્યક્તિગત રૂપે મને કહેવામાં આવ્યું કે, મારે આના પર કોઈ મત ન આપવો જોઈએ, કારણ કે કોઈ એને સાંભળવા નથી માગતું, પરંતુ જ્યારે મેં આ ફિલ્મ જોઈ હું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. દરેક ડિરેક્ટરને એ બધુ બતાવવાનો હક છે, જે તે ઈચ્છે છે, પરંતુ કંઈક ને કંઈક તમારી લોકો પ્રત્યે જવાબદારી પણ છે, કારણ કે સારી અને ખરાબ રીતે સિનેમામાં લોકોને પ્રભાવિત કરવાની શક્તિ હોય છે અને આના પર હું વિશ્વાસ રાખું છું.

'એનિમલ’ના ડિરેક્ટરને સાચા દર્શકો ભારતના નહીં આ દેશના લાગે છે, કારણ કે...

રણવીર કપૂર અને રશ્મિકા મંદાના અભીનિત' એનિમલ' ફિલ્મ ભારતમાં બમ્પર કમાણી કરી રહી છે. પરંતુ સાથે જ આ ફિલ્મની ભારે ટીકા પણ થઈ રહી છે. ભારતના દર્શકો આ ફિલ્મને મહિલા વિરોધી ગણાવી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર વાંગાએ એક ઈવેન્ટના દર્શકોને કહ્યું કે તમે ફિલ્મને લઈને મહિલા વિરોધી જેવા સવાલો નથી ઉઠાવ્યા, તમે જસાચા દર્શકો છો.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ ભારતમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનો આ જોરદાર ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. ‘જો કે ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગાને ભારતીય દર્શકો સાચા નથી લાગતા પરંતુ વિદેશી ક્રાઉડ યોગ્ય લાગી રહ્યું છે.

તાજેતરમાં અમેરિકામાં ‘એનિમલ ‘ સાથે જોડાયેલી એક ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સંદીપ વાંગા કહે છે કે, ત્યાં મને કોઇએ પણ મિસોજનીને લઇને કોઇ સવાલ નહોતો કર્યો. એ જ ફિલ્મનું સાચું અને યોગ્ય ક્રાઉડ છે. ફિલ્મના પાત્રો પર મહિલા વિરોધી હોવાનો આરોપ લાગી રહ્યો છે ,તેને મિસોજની કહેવામાં આવે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમા સંદીપ કહે છે કે, મને અમેરિકાના ક્રાઉડની સૌથી સારી વાત એ લાગી કે તેમણે ફિલ્મને મહિલા વિરોધી હોવા વિશે કોઇ સવાલ પુછ્યો નહોતો. હું ખુશ છું, કારણકે તેઓ સાચા દર્શકો છે. તેમણે તેને માત્ર એક ફિલ્મ તરીકે જ માણી.

'એનિમલ' રીલિઝ થઈ ત્યારથી સતત ચર્ચાનું બજાર ગરમ છે. આ ચર્ચા ચાની ટપરીથી માંડીને રાજ્યસભા સુધી પહોંચી છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો અમેરિકાના લોકોના વખાણ કરી રહ્યા છે. લખવામાં આવી રહ્યું છે કે ત્યાં ફિલ્મને માત્ર ફિલ્મ તરીકે જોવામાં આવે છે.ત્યાંના લોકો ખુલ્લા મનના અને ખુલ્લા વિચારના છે.

વાંગાએ પહેલા જ ‘એનિમલ’ના અંતમાં ફિલ્મની સિક્વલની જાહેરાત કરી દીધી છે.સિક્વલ' એનિમલ Park 'ના નામથી બનાવવામાં આવશે. રણબીર કપૂર બીજા ભાગમાં ડબલ રોલ કરવાનો છે. પહેલી રણવિજયની અને બીજી અઝીઝની હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp