AIએ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના લગ્ન કરાવી દીધા, પુત્રી સાથેના ફોટા થયા વાયરલ

PC: twitter.com/dileep_zip

ફિલ્મ 'બાહુબલી'થી દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવનાર દક્ષિણ ભારતીય સુપરસ્ટાર અને અભિનેતા પ્રભાસ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી નિહારિકા કોનિડેલા સાથે તેના લગ્નની અફવાઓ ઉડી હતી, તો ક્યારેક તેની સહ-અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાથે, જે ફિલ્મ બાહુબલીમાં દેવસેનાની ભૂમિકામાં જોવા મળી હતી.

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે આ વાસ્તવિક નથી પરંતુ AI જનરેટેડ છે. કેટલીક તસવીરોમાં અનુષ્કા-પ્રભાસ સાથે તેમની AI જનરેટેડ દીકરી પણ જોવા મળે છે.

'બાહુબલી' પછી, પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીનું સમગ્ર ભારતમાં ફેન ફોલોઈંગ ખુબ વધી ગયું છે. તેલુગુ સિનેમાના આ બંને સ્ટાર્સને દર્શકો ખૂબ પસંદ કરે છે અને કહેવાય છે કે, બંને રિલેશનશિપમાં છે. જો કે પ્રભાસ અને અનુષ્કા હંમેશા એકબીજાને ફક્ત મિત્ર કહે છે, પરંતુ ચાહકો ઈચ્છે છે કે તેઓના લગ્ન થઇ જાય. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી બનાવેલ પ્રભાસ-અનુષ્કાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જ્યાં આ કપલ માત્ર પરિણીત જ નહીં, પરંતુ તેમના ખોળામાં એક બાળકી પણ છે.

 

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની ખુબ બહોળા પ્રમાણમાં ફેન ફોલોઈંગ છે અને ચાહકો તેમને માત્ર ઓનસ્ક્રીન જ નહીં પણ ઓફસ્ક્રીન પણ એકસાથે જોવાનું પસંદ કરે છે. પાછલાં કેટલાક દિવસોમાં, આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે બંને રિલેશનશિપમાં છે, પરંતુ બંને એકબીજાને માત્ર સારા મિત્રો કહે છે. આ દરમિયાન AIએ બનાવેલી બંનેની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી પહેલીવાર તેલુગુ ફિલ્મ બિલ્લાના શૂટિંગ સેટ પર મળ્યા હતા. પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી એક મજબૂત બોન્ડ શેર કરે છે અને હંમેશા એકબીજા માટે હાજર રહેતા હોય છે. કરિયરની વાત કરીએ તો, પ્રભાસની પાસે હમણાં 'સાલાર' અને 'કલ્કી 2898 એડી' નામની ફિલ્મ છે. આ સિવાય તે ડિરેક્ટર મારુતિ સાથેના એક પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે. અનુષ્કા શેટ્ટી છેલ્લે ફિલ્મ 'મિસ એન્ડ મિસ્ટર પોલિશેટ્ટી'માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp