અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાયે કહી આ વાત

PC: news18.com

બચ્ચન પરિવાર બોલિવુડના પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન સાથે પુત્ર અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પણ પોતાની ફિલ્મોને લઇને લાઇમલાઇરમાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી બચ્ચન પરિવારમાં ખટપટના સમાચાર સામે આવી રહ્યા છે. 15 દિવસથી ઐશ્વર્યા આરાધ્યા સાથે ન્યૂયોર્કમાં હતી. ચર્ચાઓ હતી કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ છે. આ તથા કથિત ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા ભારત આવી ગઇ છે.

સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે પેપરાજીના સવાલોનો જવાબ આપ્યા. તેણે એ જવાબ આપ્યો જેને સાંભળવા માટે ફેન્સ લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે શું ચાલી રહ્યું છે? શું બંને વચ્ચે કોઇ મતભેદ છે કે એ માત્ર અફવાઓ છે? આ સવાલનો જવાબ ફેન્સ જાણવા માગે છે. 15 દિવસ બાદ આજે સવારે ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ભારત ફરી છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે તેણે કંઇક એવું કહ્યું જેની ફેન્સ રાહ જોઇ રહ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્ય બચ્ચન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા હતા, ત્યારબાદ જ બચ્ચન પરિવારમાં ખટપટના સમાચારો ચર્ચાના આવિષય બન્યા છે. અહી સુધી તો બરાબર હતું, પરંતુ જેવી જ અભિષેક બચ્ચને X એક તલાકની પોસ્ટ પર લાઇક કરી તો તેણે એવી અફવાઓમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આ અટકળો વચ્ચે ઐશ્વર્યા આજે સવારે સવારે દીકરી આરાધ્યા સાથે ન્યૂયોર્કથી ભારત આવી ગઇ છે.

ઐશ્વર્યા રાયે વાતચીત કરતી વખત ખૂબ જ હેપ્પી મૂડમાં નજરે પડી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે પેપરાજી તેને ગુડ મોર્નિંગ વિશ કર્યું તો તેણે તેનો જવાબ હસીને આપ્યો. એક પેપરાજીએ પૂછ્યું કે, મેમ તમે કેમ છો? તેનો જવાબ આપતા હસતા તેણે કહ્યું કે, બધુ સારું છે, આભાર.’ એક પેપરાજીએ સાથે એક તસવીર લેવાની પણ માગ કરી તો તે વધારે હસી. તેણે સુનિશ્ચિત કર્યું કે આરાધ્યા સુરક્ષિત રૂપે કારમાં બેસી જાય, ત્યારબાદ તે એરપોર્ટ સ્ટાફ સાથે સેલ્ફી ક્લિક કરતી નજરી પડી. એક્ટ્રેસની વિનમ્રતાએ ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું. સેલ્ફી લીધા બાદ તેણે એરપોર્ટ સ્ટાફને ગોડ બ્લેસ કહ્યું અને કારમાં બેસતી વખત થેન્ક યુ પણ કહ્યું. નેટિજેન્સ હવે એક્ટ્રેસને ક્વીન બતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp