અજયે કેમ કહ્યું- મેં કાજલ સાથે લગ્ન શું કામ કર્યા એ હું ખરેખર જાણતો નથી

PC: hindustantimes.com

અજય દેવગન અને કાજોલ આજે બોલિવુડના સૌથી પસંદગીના કપલ્સમાંથી એક છે. તેમના ફેન્સને તેમની નોક ઝોકને ઓફ સ્ક્રીન જોવાનું ખૂબ પસંદ છે. બંનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા અને આજે પણ ખુશી ખુશી પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. કાજોલ અને અજય દેવગનના ફેન્સને તેમની ઓપોઝિટ પર્સનાલિટી ખૂબ પસંદ છે. એક તરફ જ્યાં કાજોલ બબલી નેચરની છે, તો અજય મોટા ભાગે શાંત અને ગંભીર જ જોવા મળે છે. જો કે, અજય દેવગને ખુલાસો કર્યો હતો કે તેમના વિચાર ખૂબ હળે-મળે છે.

એટલું જ નહીં એક જૂના ઇન્ટરવ્યૂમાં અજય દેવગને જણાવ્યું હતું કે તેણે કાજોલ સાથે લગ્ન કેમ કર્યા. રણવીર અલ્લાહબાદિયાએ પોતાના પૉડકાસ્ટ પર અજય દેવગનને પૂછ્યું હતું કે 'તમે પોતાની પત્ની કાજોલ સાથે લગ્ન કરવાનો નિર્ણય કેમ લીધો? અજય દેવગને જવાબમાં કહ્યું કે, હું ખરેખર જાણતો નથી. મારો અર્થ છે કે અમે મળ્યા, અમારી વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ અને અમે પ્રપોઝ કર્યા વિના જ એક બીજાને મળવા લાગ્યા. અંતે એ માની લીધું કે અમે લગ્ન કરીશું.

Posts from the bollyblindsngossip
community on Reddit

અજય દેવગન આગળ કહે છે કે, એ સિવાય કદાચ અમારા લગ્નનું એક કારણ એ પણ છે કે અમારા વિચાર ઘણી હદ સુધી મળે છે અને અમે જે કંઇ પણ કહીએ છીએ, અમારી નૈતિકતા અને આ પ્રકારની વસ્તુઓ, એ એક સાથે મળતી લાગે છે, તો એ બસ એક ફ્લોમાં ચાલતું ગયું અને અમે લગ્ન કરી લીધા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગણ પોતાની અપકમિંગ ફિલ્મ 'મૈદાન'ની રીલિઝની તૈયારીમાં લાગ્યો છે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. પહેલા ફિલ્મ ગયા વર્ષે એટલે કે 2023માં રીલિઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રીલિઝ ડેટ આગળ વધારી દેવામાં આવી. ફિલ્મ 'મૈદાન' ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે, જેમના નેતૃત્વમાં ભારતીય ફૂટબોલ ટીમે વર્ષ 1951 અને વર્ષ 1962માં એશિયન ગેમ્સ જીતી હતી. એ સિવાય હાલમાં જ રીલિઝ થયેલી 'શૈતાન' પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દર્શકો દ્વારા આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp