26th January selfie contest

મોટા ડિરક્ટર્સ મને પોતાની ફિલ્મોમાં કામ નથી આપતાઃ અક્ષય કુમાર

PC: akamaized.net

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે એ સિક્રેટ અંગે ખુલાસો કર્યો છે, કે તે શા માટે માત્ર નવા ડિરેક્ટર્સની સાથે જ કામ કરે છે. પોતાની આવનારી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના ટ્રેલર લોન્ચ પર મીડિયા સાથે વાતચીત કરતા બોલિવુડ સુપરસ્ટારે જણાવ્યું હતું કે, હું નવા ડિરેક્ટર્સની સાથે કામ કરું છું, કારણ કે મોટા ડિરેક્ટર્સ મને પોતાની ફિલ્મોમાં લેતા નથી.

અક્ષય કુમારનું આ નિવેદન એ સંદર્ભમાં આવ્યું છે, જ્યારે તેની આ આગામી ફિલ્મના ડિરેક્ટર્સમાંથી એક કરન જોહરે કહ્યું છે કે, અક્ષય એક એવો સ્ટાર છે જે ઘણા બધા નવા ડિરેક્ટર્સની સાથે કામ કરી ચુક્યો છે. અક્ષયે વધુમાં કહ્યું હતું કે, જ્યારે મોટા લોકો તમને પોતાની ફિલ્મમાં નથી લેતા, તો તમારે તમારા કરિયરની શરૂઆત જાતે કરવી પડે છે. જો તમને કોઈ મોટા પબ્લિકેશનમાં કામ ના મળે, તો તમે કોઈ નાનામાં કામ કરશો અને ત્યાંથી તમે છલાંગ લગાવશો. તમે માત્ર એવું વિચારીને ઘરે ના બેસી શકો કે મારામાં પર્યાપ્ત યોગ્યતા હોવા છતા લોકો મને પોતાની ફિલ્મોમાં શા માટે નથી લેતા?

અક્ષયે એવું પણ કહ્યું કે, મોટા ડિરેક્ટર્સ ભલે તેની ફિલ્મોને પ્રોડ્યૂસ કરી લે છે, પરંતુ તેનું ડિરેક્શન નથી કરતા. મને નિર્દેશિત કરવા માટે હજુ પણ મારી પાસે મોટા નિર્દેશક નથી. તેઓ મારી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. મિસ્ટર કરન જોહર અહીં છે, તમારે તેને પૂછવું જોઈએ. તમારે આદિ ચોપરાને પણ આ પૂછવું જોઈએ.

નવા ડિરેક્ટર્સ સાથે કામ કરવાના અનુભવ વિશે અક્ષયે જણાવ્યું હતું કે, રાજ મેહતા ('ગુડ ન્યુઝ'ના ડિરેક્ટર) મારા 21માં નવા ડિરેક્ટર છે. મારું પણ એવું માનવું છે કે, સારું કામ કરવાની લાલસા તેમનામાં ઘણા જુના ડિરેક્ટર્સ કરતા ઘણી વધારે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp