ભારત-INDIAની ચર્ચા વચ્ચે અક્ષય કુમારે પોતાની ફિલ્મનું નામ બદલી નાંખ્યું

PC: facebook.com/akshaykumarofficial

G-20ના ડિનર કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ માટે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું ત્યારથી એવી અટકળોએ જોર પકડ્યું છે કે હવે દેશ INDIAને બદલે ભારત તરીકે ઓળખાશે. બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન ‘ભારત માતા કી જય’ લખીને સમર્થન આપ્યું  અને ક્રિક્રેટર સહેવાગે BCCIને ખેલાડીઓના જર્સી પર India લખવા માટે વિનંતી કરી છે. હવે બોલિવુડના ખેલાડી અક્ષય કુમારે પણ મોટી જાહેરાત કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

દેશમાં અત્યારે ભારત V/S INDIAની ચર્ચા વચ્ચે અક્ષય કુમારે બુધવારે મોટી જાહેરાત કરી છે. તેણે પોતાની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્કયૂ’નું નામ બદલીને નવું નામ આપ્યું છે ‘મિશન રાનીગંજ, ધ ગ્રેટ ભારત રેસ્કયૂ’. આ બદલાવ દેશનું નામ INDIA થી ભારત રાખવાની ચર્ચા વચ્ચે કરવામાં આવ્યો છે.

આ ફિલ્મનું પહેલું મોશન પોસ્ટર પણ અક્ષય કુમારે સોશિયલ મીડીયા પર શેર કરી દીધું છે. ટીઝરમાં તમે અક્ષય કુમારને માઇનીંગ એન્જિનિયર જશવંત સિંહ ગિલના અવતરામાં જોઇ શકો છો. આ ફિલ્મ જશવંત સિંહ ગિલ અને તેમની બહાદુરી પર આધારિત છે. વર્ષ 1989માં જશવંત સિંહે જમીનથી 350 ફુટ નીચે ફસાયેલા 65 લોકોને બચાવ્યા હતા.

આ ઘટના બિહારના રાનીગંજમાં બની હતી, જેને મિશન રાનીગંજ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાં આ ફિલ્મનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યૂ’ રાખવામાં આવ્યું હતું. પરંતુ અક્ષય કુમારે નવા વીડિયોની સાથે ફિલ્મનું નામ બદલીને ‘મિશન રાની ગંજ, ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મનું પહેલુ ટીઝર 7 સપ્ટેમ્બર, ગુરુવારે રીલિઝ કરવામાં આવશે.

જો કે, આવું પહેલીવાર નથી બન્યું કે અક્ષય કુમારે કોઇ ફિલ્મનું નામ બદલ્યું હોય.ગયા વર્ષે આ જ ફિલ્મનું પહેલા નામ ‘કેપ્સૂલ ગિલ’ રાખવામાં આવ્યું હતું. પરંતુ એ પછી ફિલ્મનું નામ બદલીને ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્કયૂ કરાયું હતું અને હવે નવું નામ અપાયું છે.

અક્ષય કુમારે સાથે સાથે ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. અક્ષયની આ ફિલ્મ 6 ઓકટોબરે દિવાળીના તહેવારમાં સિનેમાઘરોમાં રીલિઝ થશે.

‘મિશન રાની ગંજ, ધ ગ્રેટ ભારત રેસ્કયૂ’માં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા પણ જોવા મળશે. આ પહેલા અક્ષય-પરિણીતાની જોડી ‘કેસરી’ ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષ 2019માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં અક્ષય કુમારે શિખ ક્રાંતિકારીની ભૂમિકા નિભાવી હતી.અક્ષયની નવી ફિલ્મનું ડિરેક્શન ટીનૂ સુરેશ દેસાઇ કરી રહ્યા છે.

ભારત v/s ઇન્ડિયાની ચર્ચામાં બોલિવુડ અભિનેતા જેકી શ્રોફે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેકીએ કહ્યું કે ,ભારત બોલવું કોઇ ખરાબ વાત નથી. દેશનું નામ બદલાશે, આપણે થોડી બદલાવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp