સતત ફ્લોપ ફિલ્મ પર અક્ષય બોલ્યો- કરિયરમાં મેં એક સાથે 16 ફ્લોપ ફિલ્મો...
અક્ષય કુમાર શાનદાર એક્ટર જ નહીં, પરંતુ નીડર વ્યક્તિ પણ છે. જે સીધીને સટ વાત કરવામાં વિશ્વાસ રાખે છે. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોના કારણે અક્ષય કુમારના કરિયર પર સતત સવાલ ઊભા થઈ રહ્યા છે. કેટલાક તેને રિટાયરમેન્ટની સલાહ આપી રહ્યા છે, તો કેટલાક તેના કામ કરવાની સ્ટાઈલ પર સવાલ ઊભા કરી રહ્યા છે. એવામાં બિન્દાસ અક્ષય કુમારે સતત ફ્લોપ થતી ફિલ્મો પર જવાબ આપ્યો છે. તેણે ફ્લોપ થતી ફિલ્મોની જવાબદારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અક્ષય કુમારની એક્ટર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘સેલ્ફી’ રીલિઝ થઈ છે. આ ફિલ્મ પણ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર મંદ ઓપનિંગ કરી શકી, ત્યારબાદ કંગના રણૌતે પણ તેની ફિલ્મને ફ્લોપ બતાવી હતી. અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મની વાત કરીએ તો રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ‘સૂર્યવંશી’ હતી, જેણે 198 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ બેક ટુ બેક અક્ષય કુમારની ઘણી ફિલ્મો ફ્લોપ રહી છે. આ દરમિયાન તેને OTTનો પણ સહારો લેવો પડ્યો.
એક ન્યૂઝ ચેનલ સાથે સતત 3-4 ફ્લોપ ફિલ્મો પર વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે, તે મારી સાથે પહેલી વખત થઈ રહ્યું નથી. કરિયરમાં મેં એક સાથે 16 ફ્લોપ ફિલ્મો આપી છે. એક એ પણ સમય હતો, જ્યારે બેક ટુ બેક મારી 8 ફિલ્મો ફ્લોપ થઈ હતી. હવે એ સમય છે જ્યારે મારી 3-4 ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. આ બધા પાછળ મારી ભૂલ છે. ફિલ્મનું ન ચાલવું પૂરી રીતે મારી ભૂલ છે. હવે દર્શક બદલાઈ ગયા છે. તો તમારે પણ બદલાવું પડશે.
તેમની જરૂરિયાત બદલાઈ ગઈ છે, તો તમારે પણ એ હિસાબે કામ કરવું પડશે. અક્ષય કુમારે કરિયર બાબતે વાત કરતા કહ્યું કે, આ સમયે મારા માટે એલાર્મ સમાન છે. તમારી ફિલ્મ ચાલી રહી નથી તો ભૂલ તમારી છે. હું પ્રયત્ન કરી રહ્યો છું, એ જ કરી શકું છું. હું બધાને એમ કહેવા માગું છું કે જો તમારી ફિલ્મો ચાલી રહી નથી તો તમે ઓડિયન્સ કે કોઈ અન્યને દોષી નહીં ઠેરવી શકો.
આ મારી ભૂલ છે, 100 ટકા. જો તમારી ફિલ્મો ચાલી રહી નથી તો તેનો અર્થ છે કે તમે શું સિલેક્ટ કરી રહ્યા છો. સંભવ છે કે તમારી ફિલ્મમાં કંઈક ઉચિત માત્રા ન હોય. તેની નિષ્ફળતા થઈ રહી હોય. કોરોના કાળમાં અક્ષય કુમાર એવો પહેલો એક્ટર છે જેણે હિંમત દેખાડતા બોલબોટમ રીલિઝ કરી હતી. ત્યારબાદ તે સૂર્યવંશીમાં નજરે પડ્યો જે સુપરહિટ સાબિત થઈ, પરંતુ ત્યારબાદ ‘રક્ષાબંધન’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘સમસેતુ’ અને હવે ‘સેલ્ફી’ સુધીની ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp