અક્ષય કુમારે હાજી અલી દરગાહ પર ચઢાવી ચાદર, દાન કર્યા આટલા કરોડ રૂપિયા

PC: x.com/AkshayK66719595

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે હાલમાં જ મુંબઇમાં હાજી અલી દરગાહની મુલાકાત લીધી હતી. એક્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. પોતાની યાત્રા દરમિયાન એક્ટરે દરગાહ માટે મોટી ધનરાશિ પણ દાનમાં આપી છે. દરગાહ પર દુવા માગતી અક્ષય કુમારની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે. તસવીરમાં એક્ટર દરગાહ પર ચાદર ચઢાવવા જતો નજરે પડી રહ્યો છે. કેઝ્યૂઅલ આઉટફિટમાં અક્ષય કુમારે દરગાહ પર જઇને પોતાની અપકમિંગ ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ની સફળતા માટે દુવા માગી.

આજે 8 ઑગસ્ટના રોજ અક્ષય કુમારે હાજી અલી દરગાહની મુલાકાત લીધી હતી. એક્ટર અક્ષય કુમારે દરગાહ પર ચાદર ચઢાવી અને માનતા માગી. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની તસવીરો સામે આવી છે. એટલું જ નહીં તેણે દરગાહના એક હિસ્સાના પુનરુદ્વારની જવાબદારી પણ લીધી છે. તેના માટે એક્ટરે લગભગ દોઢ કરોડ રૂપિયાની ધનરાશિ દાનમાં આપી હતી. હાજી અલી દરગાહ માટે અક્ષય કુમારે લગભગ1,21,00,000 રૂપિયા દાનમાં આપ્યા છે. હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ ટ્રસ્ટના મેનેજમેન્ટ ટ્રસ્ટી સુહેલ ખંડવાનીએ પોતાની ટીમ સાથે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ અગાઉ અક્ષય કુમારે મુંબઇમાં પોતાના ઘર પર લંગર લગાવ્યું હતું. તેણે મુંબઇના રસ્તા પર ભટકાતા લોકોને ભોજન પીરસ્યું હતું. મુંબઇમાં પોતાના ઘર બહાર લોકોને ખાવાનું પીરસતા તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થયો હતો. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ને લઇને ચર્ચામાં છે. આ એક્ટરની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે. તેની પાછલી ફિલ્મો ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘સરફિરા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

તમને જાણીને નવાઇ લાગશે કે અક્ષય કુમારે બેક ટૂ બેક લગભગ 11 ફિલ્મો ફ્લોપ આપી છે. વર્ષ 2022 બાદથી અત્યાર સુધી તેની માત્ર એક હિટ ફિલ્મ ‘OMG 2’ જ બોક્સ ઓફિસ પર સફળ થઇ. જો કે, ત્યારબાદ બધી ફિલ્મ પૂરી રીતે ફ્લોપ સાબિત થઇ. હવે અક્ષય આગામી ફિલ્મને બોક્સ ઓફિસ પર સુપરહિટ બનાવવા મારે કોઇ કસર છોડી રહ્યો નથી. તેની આગામી ફિલ્મ ‘ખેલ  ખેલ મેં’ છે જે 15 ઑગસ્ટે રીલિઝ થવાની છે. ખેર હવે એ જોવાનું રહેશે કે આ ફિલ્મ હિટ થાય છે કે ફ્લોપ શૉ યથાવત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp