અલ્લુ અર્જુને 'પુષ્પા 2' માટે ફી નથી લીધી, જાણો તો કરોડો કેવી રીતે કમાશે
દક્ષિણ અભિનેતા અલ્લુ અર્જુન તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા' પછી સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી. અલ્લુ અર્જુને આ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો અને દરેક તેના ફેન બની ગયા હતા. આ ફિલ્મે ન ફક્ત બોક્સ ઓફિસ પર જ ધૂમ મચાવી હતી, ઉલટાનું દરેકને પ્રભાવિત કર્યું.
'પુષ્પા'ની સ્ટાઈલ, ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ બધું જ સુપરહિટ રહ્યું હતું. હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ માટે દરેક લોકો ઉત્સાહિત છે. દર્શકો તેમજ વિવેચકો અને ફિલ્મી ધંધાના વિશ્લેષકોને આશા છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થશે.
અલ્લુ અર્જુન ભારતીય સિનેમાના સૌથી પ્રખ્યાત ચહેરાઓમાંથી એક છે. અભિનેતા હાલમાં તેની 2021ની ફિલ્મ પુષ્પા: ધ રાઇઝની મોસ્ટ અવેઇટેડ સિક્વલ માટે શૂટિંગ કરી રહ્યો છે, જેનું નામ પુષ્પા 2: ધ રૂલ છે, જેનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. પુષ્પાનો પહેલો ભાગ 2021ની સૌથી પ્રિય ફિલ્મોમાંની એક હતી અને તેના માટે બેસ્ટ એક્ટિંગ (અલ્લુ અર્જુન) અને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટ માટેના બે રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા હતા.
'પુષ્પા 2' વિશે સતત સમાચારો સામે આવી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મ વિશે વધુ એક અપડેટ સામે આવ્યું છે. જે અલ્લુ અર્જુનની ફી અંગે છે. રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન 'પુષ્પા 2' માટે ફી નથી લઈ રહ્યો.
ઘણા સમયથી એવા અહેવાલો હતા કે 'પુષ્પા'નો પહેલો ભાગ હિટ થયા પછી અભિનેતાએ પોતાની ફી વધારી દીધી છે. આ ફિલ્મ માટે તે મેકર્સ પાસેથી મોટી રકમ વસૂલશે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ્લુ અર્જુન 'પુષ્પા 2' માટે ફી નથી લઈ રહ્યો અને તે આ ફિલ્મમાં ફ્રીમાં કામ કરવા જઈ રહ્યો છે. પરંતુ તે ફિલ્મ રિલીઝ થયા પછી કરોડોની કમાણી કરશે. હકીકતમાં, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અલ્લુ અર્જુને પુષ્પાની સિક્વલ માટે કોઈપણ પ્રકારની ફી લેવાનો ઇનકાર કરી દીધો છે. તેના બદલે તે ફિલ્મની કુલ કમાણીમાંથી 33 ટકા હિસ્સો લેવા જઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે, જો ફિલ્મ 1000 કરોડની કમાણી કરે છે તો તેમાં 33 ટકા અલ્લુ અર્જુનના હશે.
રિપોર્ટ અનુસાર, 'પુષ્પા'ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ સૌપ્રથમ એમેઝોન પ્રાઇમ વિડિયોએ 30 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નેટફ્લિક્સે 'પુષ્પા 2'ના રાઇટ્સ ખરીદી લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેટફ્લિક્સે 'પુષ્પા 2'ના રાઇટ્સ મેળવવા માટે પ્રાઇમ વિડિયો દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ કરતાં ત્રણ ગણા વધુ પૈસા ચૂકવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp