અલ્લુ અર્જુન MLA દોસ્તના ઘરે પહોંચ્યો, ખબર પડતા ભીડ ઉમટી, પોલીસે કેસ નોંધ્યો
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ લોકોને દિવાના બનાવી રહ્યો છે. તેઓ ઘણીવાર હેડલાઇન્સનો એક ભાગ બનતા હોય છે. આ વખતે તે હેડલાઇન્સમાં છે, કારણ કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલ છે. શનિવારે ટોલીવુડ અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 11 મેના રોજ તેઓ આંધ્રપ્રદેશના નંદયાલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ તેમના મિત્ર અને YSRCP ધારાસભ્ય સિલ્પા રવિના ઘરે પણ ગયા હતા.
લોકોને જાણ થઇ કે, અલ્લુ અર્જુન ધારાસભ્યના ઘરે આવ્યો છે. તો તેને જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક બની ગયા હતા. આ પછી પોલીસે સુપરસ્ટાર અને તેના મિત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
સિલ્પા રવિ, જેનું સાચું નામ સિંગારેડ્ડી રવિનચદ્ર કિશોર રેડ્ડી છે. સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે 13મી મેના રોજ ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અલ્લુ અર્જુન પોતાનું સમર્થન બતાવવા ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. અભિનેતાના આગમન પછી ધારાસભ્યના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકો અલ્લુ અર્જુનને જોવા માટે એટલા ઉત્સુક હતા, જાણે કોહિનૂર હીરાને જોવાનો હોય. અભિનેતા તેની પત્ની સ્નેહા રેડ્ડી, સિલ્પા રવિ અને ધારાસભ્યના પરિવારના સભ્યો સાથે બાલ્કનીમાં ચાહકોને મળવા આવ્યા હતા.
અલ્લુ અર્જુન બાલ્કનીમાંથી હાથ હલાવીને ચાહકોને મળ્યો હતો. લોકો જોર જોરથી પુષ્પા, પુષ્પાના નારા લગાવી રહ્યા હતા. YSRCP માટે પ્રચાર કર્યાના એક દિવસ પછી સિલ્પા રવિ અને અલ્લુ અર્જુન સામે ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સિલ્પા રવિ ચંદ્રાએ RO નંદયાલની પરવાનગી વિના અલ્લુ અર્જુનને ઘરે બોલાવ્યો, તે જાણીને કે તે આદર્શ આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન હશે.
દરમિયાન અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નંદયાલના લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઉત્તમ આતિથ્ય માટે સિલ્પા રવિનો પણ આભાર માન્યો હતો. અભિનેતાએ પોસ્ટમાં લખ્યું છે કે, તમને ચૂંટણી અને આગળની સફર માટે શુભકામનાઓ. મારો પ્રેમ અને સમર્થન હંમેશા તમારી સાથે જ છે.
#AndhraPradeshElection2024: Nandyal police filed a case against actor Allu Arjun and Nandyal YSRCP MLA candidate Silpa Ravi for gathering huge crowd at Nandyal without any prior permission.
— NewsMeter (@NewsMeter_In) May 11, 2024
A compliant has been filed by the Returning Officer (RO).
Allu Arjun, along with his… pic.twitter.com/qCrVEB9qtr
જ્યારે સિલ્પા રવિએ પણ અલ્લુ અર્જુન સાથે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે, જેમાં તેણે નંદયાલ આવવા બદલ અભિનેતાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે હું તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ આભારી છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp