અલ્લુ અર્જૂનના ફેન્સ એવું શું કરી રહ્યા છે કે તેણે કડક કાર્યવાહીની ચેતવણી આપી
અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર સમયે ભગદડમાં એક મહિલાના મોત બાદ અલ્લુ અર્જૂનની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ તેનો જામીન પર છૂટકારો પણ થઈ ગયો હતો. ધરપકડ બાદ અલ્લુ અર્જૂનના ફેન્સ તૂટી પડ્યા હતા અને અલ્લુની ધરપકડ માટે જવાબદાર તમામ લોકોને ગમે તેમ બોલી રહ્યા હતા. આ અંગે અલ્લુ અર્જુનને જાણ થતા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના ફેન્સને અપીલ કરી હતી કે, તેઓ હંમેશાંની જેમ પોતાની ભાવનાઓને જવાબદારીપૂર્વક જાહેર કરે. ઓનલાઈન અને ઓફલાઇન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષા કે વ્યવહારનો સહારો ન લે. ફેક આઇડી અને ફેક પ્રોફાઇલ સાથે મારા ફેન્સના રૂપે ખોટી રીતે વ્યવહાર કરનાર જો કોઈ અપમાનજનક પોસ્ટ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું ફેન્સને અપીલ કરું છું કે, તેઓ એવી પોસ્ટથી ન જોડાઈ.
તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, પોલીસની પરવાનગી ન હોવા છતાં તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન થિયેટરમાં પહોંચ્યા જ્યાં પુષ્પા-2 બતાવવામાં આવી રહી હતી. CM રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે, નાસભાગમાં એક મહિલાના મૃત્યુ પછી પણ અભિનેતા સિનેમા હોલમાંથી બહાર નીકળ્યો ન હતો, જેના પગલે પોલીસે તેને બળજબરીથી બહાર કાઢ્યો હતો. એક વીડિયોનો ઉલ્લેખ કરીને CM રેવંત રેડ્ડીએ અલ્લુ અર્જુન પર ભીડમાં રોડ શો કરવા અને તે દરમિયાન લોકો સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુને CM રેવંત રેડ્ડી પર તેના ચરિત્ર પર લાંછન લગાવવાનો આરોપ લગાવ્યો હતો.
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાના આગમનને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 39 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મહિલાનો 8 વર્ષનો પુત્ર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ મામલામાં અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી અને તેને એક રાત જેલમાં પણ વિતાવવી પડી હતી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઓવૈસીના સવાલ પર CM રેડ્ડીએ અલ્લુ અર્જુન પર રોડ શો યોજવાનો અને ભીડ હોવા છતાં ભીડ તરફ હાથ હલાવવાનો આરોપ લગાવ્યો.
રેડ્ડીએ કહ્યું કે, થિયેટર મેનેજમેન્ટે 2 ડિસેમ્બરે પોલીસને પત્ર લખ્યો હતો. જેમાં 4 ડિસેમ્બરે અલ્લુ અર્જુન અને અન્યના આગમન દરમિયાન સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. પોલીસે ભીડ વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, થિયેટરમાં પ્રવેશતા અને બહાર નીકળતા પહેલા, અભિનેતાએ કારની સનરૂફની બહાર નીકળી અને ભીડ તરફ હાથ હલાવ્યો, જેના કારણે હજારો ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ધક્કા મુક્કી કરવા લાગ્યા હતા.
CM રેવન્ત રેડ્ડીએ ફિલ્મી હસ્તીઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, અલ્લુ અર્જુનની ધરપકડ પછી તે તેને મળવા તેના ઘરે ગયો હતો, પરંતુ ઘટનામાં ઘાયલ હોવા છતાં તેણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા છોકરાને મળવા માટે સહાનુભૂતિ પણ દર્શાવી ન હતી. તેમણે કહ્યું, 'હું ફિલ્મી હસ્તીઓને અપીલ કરું છું કે તેઓ અમાનવીય વર્તન ન કરે.' CM રેડ્ડીએ એમ પણ કહ્યું કે, નાસભાગમાં મૃત્યુ જેવી અપ્રિય ઘટનાઓના કિસ્સામાં કોઈ વિશેષાધિકાર આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર સામાન્ય લોકોને પરેશાન કરનારાઓને છોડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp