દિલજીત દોસાંઝને સમજ ન પડી અંગ્રેજી તો આપ્યો એવો જવાબ કે બધા ખડખડાટ હસવા લાગ્યા

PC: hindustantimes.com

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'નું ટ્રેલર ગુરુવારે રીલિઝ કરી દેવામાં આવ્યું. ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને પરીણિતી ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર રીલિઝ દરમિયાન ફિલ્માન એક્ટરો અને ડિરેક્ટર સિવાય સંગીતકાર એ.આર. રહમાન પણ ઉપસ્થિત હતા. મુંબઇમાં આયોજિત ઇવેન્ટને નેહા ધૂપિયાએ હોસ્ટ કર્યું હતું. નેહાએ અંગ્રેજીમાં વખાણ કર્યા તો દિલજીત દોસાંઝનો જવાબ સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા. દિલજીત દોસાંઝ પંજાબીમાં કહે છે 'મને અંગ્રેજી સમજ આવી રહી નથી એટલે..'

એટલું સાંભળ્યા બાદ બધા ત્યાં હસવા લાગે છે. ત્યારે નેહા તેને પંજાબીમાં જવાબ આપે છે 'તમે જ્યાં જાવ છો ત્યાં ધરતી હાલી જાય છે આખે આખી. પછી દિલજીત દોસાંઝે કહ્યું કે, 'હું થોડી થોડી અંગ્રેજી સમજુ છું, પરંતુ રોજ અંગ્રેજીનો ડમી આવી જાય છે. વીડિયો ઇન્સ્ટન્ટ બોલિવુડ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું કે તૂસ્સી ગ્રેટ હો પાજી. તમે અમારા ફેવરિટ છો. બીજા યુઝરે લખ્યું કે, આવો હોય છે અસલી વ્યક્તિ. લવ યુ પાજી. તો અન્ય એક યુઝરે કહ્યું કે, પોતાની પંજાબી ભાષા લોકોને બોલાવી જ લો છો.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ ફિલ્મની વાત કરીએ તો એ નેટફલિકસ પર રીલિઝ થશે. આ ફિલ્મ પંજાબી સિંગર અમર સિંહ ચમકીલા પર આધારિત છે. 80માં દશકમાં ગરીબીથી ઉપર આવીને અમર સિંહ ચમકીલાએ લોકપ્રિયતાની ઊંચાઈઓ સ્પર્શી. 27 વર્ષની ઉંમરમાં તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ફિલ્મ 'અમર સિંહ ચમકીલા નેટફ્લિકસ પર રીલિઝ થશે.

 
 
 
View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

કોણ હતો અમર સિંહ ચમકીલા?

અમર સિંહ ચમકીલાનો જન્મ 1960માં પંજાબમાં થયો હતો. બાળપણથી જ તેને સંગીતનો શોખ હતો. તે ઇલેક્ટ્રિશિયન બનવા માગતો હતો, પરંતુ પૈસાઓની તંગીના કારણે કાપડ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. કામ કરતા કરતા જ અમર સિંહ ગીત પણ લખતો હતો. 18 વર્ષની ઉંમરમાં તેણે સિંગર સુરિન્દર શિન્દા માટે ગીત લખવાના શરૂ કર્યા. પછી ધીરે ધીરે તેણે ગાવાનું શરૂ કરી દીધું. જોત જોતમાં અમર સિંહે પોતાના ગીતોથી આખા પંજાબમાં ધૂમ મચાવી દીધી. માત્ર 20 વર્ષની ઉંમરમાં અમરે નામના મેળવી લીધી, જેને હાંસલ કરવા લોકોની ઉંમર વીતી જાય છે. 27 વર્ષની ઉંમરમા તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp