‘ગદર 2’ના સેટ પર સની દેઓલ-અમિષાનો ડિરેક્ટર સાથે થયો ઝઘડો, એક્ટ્રેસે બતાવ્યુ કારણ

PC: bollywoodhungama.com

અમીષા પટેલ અને સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’, વર્ષ 2023માં રીલિઝ થઈ હતી અને તેણે ચારેય તરફ ધૂમ મચાવી દીધી હતી. બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 500 કરોડ રૂપિયાથી પણ વધારાનો તેણે બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ હતી. પ્રેમ અને પેટ્રિયોટિઝ્મને તેણે પ્રોત્સાહન આપ્યું હતું. આ આ ફિલ્મની હાઈલાઈટ્સ પણ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલે ફિલ્મની મેકિંગ દરમિયાનની કેટલીક વસ્તુ બતાવી, જે ખૂબ ખરાબ છે.

બોલિવુડ હંગામાં સાથે વાતચીતમાં અમીષા પટેલે જણાવ્યું કે, ફિલ્મના ડિરેકટર અનિલ શર્મા સાથે સની દેઓલ અને તેનું ખૂબ ક્રિએટિવ ડિસ્કમ્ફર્ટ રહેતું હતું. દલીલબાજી, ઝઘડા અને ઇશ્યૂ થતા હતા. અમીષા પટેલે કહ્યું કે, કોઈ માટે પણ આ જર્ની વધારે સરળ રહી નથી. ઘણી બધી એડિટિંગ બાદ કંઈક ફાઇનલ આઉટપુટ નીકળતું હતું. ઘણી વખત અમને લોકોને વસ્તુ રી-શુટ કરવી પડી. કેટલા ક્રિએટિવ ડિસ્કશન્સ થયા. ડિરેક્ટર સાથે દલીલ થઈ, ત્યારે જઈને ગદર બની શકી હતી.

તેણે કહ્યું કે, સની દેઓલ અને હું પ્રયાસ કરતા હતા કે ડિરેક્ટર પોતાના લક્ષ્યથી ન ભટકે. તેમને વારંવાર અમને લોકોને વસ્તુઓ પર લાવવા પડતા હતા. એ વિચારીને કે ઓડિયન્સ શું જોવા માગે છે. અમારા લોકો વચ્ચે એ વાતની સૌથી વધુ દલીલ થતી હોય છે કે સની અને મારા સ્ક્રીનસ્પેસમાં જમીન આસમાનનો ફરક હતો. બેલેન્સ નહોતું. જ્યારે હીરો-હિરોઇનના સ્ક્રીનસ્પેસમાં એટલો ફરક હોય છે તો કહેવા માટે એ માત્ર એક ફિલ્મ થઈ જાય. એ પ્રકારનું મહત્ત્વ રહેતું નથી. જો આગળ ‘ગદર 3’ બને છે તો હું ઈચ્છું છું કે તારા અને સકીનાનું સ્ક્રીનસ્પેસ એક સમાન હોય, કેમ કે એ જ તો ‘ગદર’નો અર્થ છે.

ગદર 2’માં અમીષા પટેલનો બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર કૃણાલ ઘૂમરનો ખૂબ મોટો હાથ રહ્યો છે. તેણે સની દેઓલને ‘ગદર’ની ઓરિજિનાલિટી ન બતાવી હોત તો આજના સમયમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી ઓછી કમાણી કરનારી ફિલ્મ બનતી. એટલી સક્સેસફૂલ ન થતી. ઉલ્લેખનીય છે કે ગદર 2’માં અમીષા પટેલ અને સની દેઓલ સિવાય અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ શર્મા પણ લીડ રોલમાં નજરે પડ્યો હતો. તારા અને સકીનાના દીકરાનો તેણે રોલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp