અમિતાભ બચ્ચને જણાવ્યું કે શા માટે તેઓ ક્યારેય જયા બચ્ચન સાથે દલીલ કરતા નથી
સદીના મેગાસ્ટાર બિગ B એટલે કે અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 15'માં તેમની પત્ની જયા બચ્ચન સાથે જોડાયેલી વાર્તાઓ સંભળાવતા રહે છે. તાજેતરના એપિસોડમાં તેમણે તેમની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો છે. કહ્યું કે, તે તેમની સાથે દલીલ કરતા નથી. આ સાથે તેની પાછળનું એક રસપ્રદ કારણ પણ આપવામાં આવ્યું છે.
આ દિવસોમાં અમિતાભ બચ્ચન ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 15 હોસ્ટ કરતા જોવા મળે છે. શોમાં, બિગ B એટલે કે અમિતાભ બચ્ચન ચાહકોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી વાતો કહેતા રહેતા હોય છે, જે ખૂબ જ રસપ્રદ હોય છે. કૌન બનેગા કરોડપતિના તાજેતરના એપિસોડમાં અલોલિકા હોટસીટ પર બેઠી હતી. અલોલિકાએ 1 લાખ 60 હજાર જીત્યા પછી તેણે કહ્યું કે, આ પ્રશ્ન પછી હું મારી રમત બંધ કરું છું અને હવે ઘરે જઈ શકીશ. આ સાંભળીને બિગ B ચોંકી ગયા. અમિતાભ બચ્ચને કહ્યું કે, બંગાળીઓ સાથે ક્યારેય દલીલ ન કરવી જોઈએ.
શોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, બંગાળીઓ સાથે ક્યારેય દલીલ ન કરવી જોઈએ. બિગ B કહે છે કે, હું આ મારા અંગત અનુભવથી કહી રહ્યો છું. અહીં તમને જણાવી દઈએ કે, બિગ B તેમની પત્ની જયા બચ્ચનનો ઉલ્લેખ કરી રહ્યા છે. જયા બચ્ચન પણ બંગાળી છે.
બંગાળીઓ વિશે વાત કરતાં અલોલિકા કહે છે કે, તમારી પાસે અનુભવ હોવો જ જોઈએ. બિગ B કહે છે, અમારા ઘરની વ્યવસ્થાની અમને ખબર હોય છે, તે બિલકુલ આ જ રીતની છે. તમે બંગાળીઓ સાથે ક્યારેય દલીલ કરી શકતા નથી. તેમની પાસે તરત જ કોઈને કોઈ જવાબ હાજર હશે, અને તેનાથી વિપરીત તેઓ તેને તમારા પર વળગાડી દેશે.
કૌન બનેગા કરોડપતિ 15માં બિગ B ચાહકોને ઘણી વાર્તાઓ કહેતા હોય છે. તેમણે તાજેતરમાં જણાવ્યું કે, તેણે ઘણી વખત વાસણો સાફ કર્યા છે. બિગ Bએ શોમાં કહ્યું હતું કે, તેમણે ઘણી વખત વાસણો સાફ કર્યા છે, રસોડાના વાસણો ધોયા છે, બેસિન સાફ કર્યું છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન છેલ્લે કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ સાથે ગણપતમાં જોવા મળ્યા હતા. હવે તે દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે ફિલ્મમાં જોવા મળશે. આ પછી તે રજનીકાંત સાથે ફિલ્મમાં જોવા મળશે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp