ખબર પડી ગઈ જયા અને અમિતાભની કુલ સંપત્તિ બાબતે, 94 કરોડ રૂપિયાના તો માત્ર ઘરેણા

PC: dnaindia.com

સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં જયા બચ્ચનને ફરી એક વખત ઉમેદવાર બનાવ્યા છે. જયા બચ્ચન 4 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ તેમને પાંચમી વખત રાજ્ય સભા મોકલ્યા છે. નોમિનેશન દરમિયાન જયા બચ્ચને ચૂંટણી પંચને આપેલ એફિડેવિટમાં પોતાની સંપત્તિની જાણકરી આપી છે. એફિડેવિટ મુજબ પતિ અમિતાભ બચ્ચન સાથે તેમનું ટોટલ નેટવર્થ 1,578 કરોડ રૂપિયા છે. તેમાં ચલ અને અચલ બંને પ્રકારની સંપત્તિ સામેલ છે.

જયા અને અમિતાભ બચ્ચન પાસે 849.11 કરોડ રૂપિયાની ચલ અને 729.77 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. આ એફિડેવિટમાં 2022-23માં બંને લોકોની કમાણી બાબતે પણ જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં જયા બચ્ચનની કમાણી 1 કરોડ 63 લાખ 56 હજાર 190 રૂપિયા છે. તો આ પીરિયડમાં અમિતાભ બચ્ચનની કુલ કમાણી 2 અબજ 73 કરોડ 74 લાખ 96 હજાર 590 રૂપિયા રહી છે.

જયા બચ્ચને એ પણ જણાવ્યું કે, તેમની પાસે 9 લાખ રૂપિયાની પેન અને 51 લાખ રૂપિયાની ઘડિયાળો છે. જયાએ વર્ષ 2018માં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની પાસે 8 લાખ રૂપિયાની ટાટા ક્વાલિસ કાર છે. તો અમિતાભ પાસે 11 ગાડીઓ છે, જેમની માર્કેટ વેલ્યૂ 17.66 કરોડ રૂપિયા છે. જયા બચ્ચન પાસે 40 કરોડ રૂપિયાના ઘરેણાં છે અને અમિતાભની જ્વેલરીની કિંમત 54.77 કરોડ રૂપિયા છે.

આ ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ જયા પાસે 57,507 રૂપિયા રોકડ છે. તેમના બેંક અકાઉન્ટમાં 10 કરોડ 11 લાખ 33 હજાર 172 રૂપિયા છે, જ્યારે અમિતાભ બચ્ચન પાસે 12 લાખ 75 હજાર 446 રૂપિયા રોકડ છે અને તેમના બેંક અકાઉન્ટમાં 1 અબજ 20 કરોડ 45 લાખ 62 હજાર 83 રૂપિયા જમા છે. એ સિવાય જયા બચ્ચને શેર, બોન્ડ અને ડિબેન્ચર્સમાં 5,18,57,928 રૂપિયાનું રોકાણ કર્યું છે.

જયા બચ્ચન ફિલ્મો સાથે રાજનીતિમાં પણ એક્ટિવ છે. તેઓ છેલ્લી વખત કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં નજરે પડ્યા હતા. અમિતાભનું ફોકસ માત્ર ફિલ્મો પર છે. તેમની અંતિમ ફિલ્મ ટાઈગર શ્રોફ અભિનીત 'ગણપત' હતી. આગામી દિવસોમાં તેઓ પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 AD', રજનીકાંત સાથે 'વૈટ્ટૈયન' અને 'સેક્શન 84' જેવી ફિલ્મોમાં નજરે પડવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp