1 બાળકનો પિતા છે દિલજીત દોસાંઝ, તો કયા ડરથી છુપાવી રહ્યો છે પત્નીનું નામ?
દિલજીત દોસાંઝે ક્યારેય પોતાની પરિણીત જિંદગી પર વાત કરી નથી, જો કે, ઈન્ટરનેટ પર એવા સમાચાર છે જે દાવો કરે છે કે પંજાબી સિંગર દિલજીત દોસાંઝના લગ્ન થઈ ચૂક્યા છે. જો સમાચારોને માનીએ તો તેણે ભારતીય મૂળની અમેરિકન મહિલા સાથે લગ્ન કર્યા છે. તેનો એક દીકરો પણ છે. હવે એમી વિર્કે જણાવ્યું કે, જો દિલજીત દોસાંઝ પોતાના પરિવાર બાબતે બતાવી રહ્યો નથી, તો જરૂર તેની પાછળ કંઈક કારણ છે. એમી વિર્કે સંકેત આપ્યા કે દિલજીત દોસાંઝ પરિણીત છે.
તેમણે ન્યૂઝ 18ના શૉમાં વાત કરતા કહ્યું કે, સિંગર દુનિયા સામે પોતાના પરિવારને લાવી રહ્યો નથી તો જરૂર કોઈ સ્મયસ્યા હશે. એક્ટરે સમજાવતા કહ્યું કે, જો તેનો પરિવાર પબ્લિક સામે આવી ગયો, તો તેઓ ખૂલીને હરી ફરી નહીં શકે અને તેમની સુરક્ષા પણ જોખમમાં પડી શકે છે. એમી વિર્કે કહ્યું કે, તમે કોઈને રોકી નહીં શકો. જો તમે દિલજીત દોસાંઝના નજરિયાથી જુઓ તો આ મામલો અંગત છે. આ તેનો પરિવાર છે. કોઈ કારણ છે, જેના કારણે તે દુનિયા સાથે પોતાના પરિવારનો પરિચય કરાવી રહ્યો નથી.
તેણે આગળ કહ્યું કે, મારી પણ એક દીકરી અને પત્ની છે. હું પણ નથી ઈચ્છતો કે તેઓ પબ્લિક સામે આવે, તે પણ એવું નથી ઈચ્છતો. એમી વિર્ક તર્ક સાથે પોતાની વાત રાખે છે કે આજે તેઓ ગમે ત્યાં ફરી શકે છે. કોઈ જાણતું નથી કે એમી કે દિલજીતનો પરિવાર છે. જો લોકોને ખબર પડી ગઈ, તો તેઓ મુશ્કેલીમાં પડી જશે. અમે એવા વ્યવસાયમાં છીએ, જ્યાં અમારા માત્ર ફેન જ નથી હોતા, ઘણી સમસ્યાઓ પણ હોય છે. કોઈ પ્રકારની કોઈ દુશ્મની પણ હોય શકે છે. પરિવારે તેનું પરિણામ ન ભોગવવું જોઈએ.
અત્યારે તેઓ માર્કેટ કે ક્યાંય પણ જઇ શકે છે. કોઈ ધ્યાન આપનારું નથી. જો લોકોને ખબર પડી ગઈ તો તેમને ટારગેટ કરી શકાય છે. એમી વિર્ક માને છે કે દિલજીત દોસાંઝે વિશ્વ સ્તર પર ભારતને ગર્વ અનુભવડ્યો છે. તે એક દિવસે ઓસ્કાર કે ગ્રેમી એવોર્ડ જીતશે. એક્ટરે આગળ કહ્યું કે, તે ખૂબ મહેનત કરે છે. તે છેલ્લા 24 વર્ષથી કામ કરી રહ્યો છે. એવું કરવામાં ખૂબ હિંમત અને સખત મહેનત જોઈએ છે.
તે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરે છે તો તેની એનર્જી કંઈક અલગ જ હોય છે. દિલજીત દોસાંઝ ફિલ્મ સિવાય સંગીતમાં પણ કામ કરી રહ્યો છે. તેણે ગત વખત ઇમ્તિયાજ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં લીડ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગ શાનદાર છે. એમી વિર્ક માને છે કે આ તેની શરૂઆત છે કે આગળ ઘણું હાંસલ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp