અમરીશ પૂરીના પૌત્રની બોલિવુડમાં થશે એન્ટ્રી, રણબીર કપૂર માટે બની શકે છે ખતરો

PC: wikimedia.org

બોલિવુડના સૌથી ખૂંખાર વિલનમાંના એક અમરીશ પૂરીનો પૌત્ર વર્ધન પૂરી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. વર્ધન પોતાના દાદાની એક્ટિંગની પરંપરાને આગળ વધારવા માંગે છે. વર્ધન ફિલ્મ પ્રોડ્યુસર જયંતિલાલ ગાડાની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ એક રોમાન્ટિક થીલાર હશે.

પોતાના રોલ માટે વર્ધન ટ્રેનિંગ લઈ રહ્યો છે. ફિલ્મની લીડિંગ એક્ટ્રેસ પણ ફાઈનલ કરી લેવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરુ થશે. આ પહેલાં વર્ધન ફિલ્મ 'ઈશકઝાદે' અને 'દાવત-એ-ઈશ્ક' માટે હબીબ ફૈસલ અને 'શુદ્ધ દેશી રોમાન્સ' માટે મનીષ શર્માને આસિસ્ટ કરી ચૂક્યો છે.

Image result for vardhan puri

પોતાના એક ઈન્ટરવ્યૂમાં વર્ધને જણાવ્યું કે 'હું પીરિયડ ડ્રામા ફિલ્મથી ડેબ્યૂ કરવા માંગતો હતો પરંતુ કોઈ કારણસર એ નહીં થઈ શક્યું. પછી જયંતિ ગાડાએ મને ફિલ્મ ઓફર કરી જેની સ્ટોરી મને પસંદ પડી તેથી મેં તરત જ હા કહી દીધી.'

વર્ધન પોતાના દાદાના ગુરુ અને નેશનલ એવોર્ડ વિનર એક્ટર સત્યદેવ દુબે પાસે ટ્રેનિંગ લઈ રહ્યો છે. તે કહે છે કે 'મને લખવાનો અને ડાયરેકશનનો પણ શોખ છે પરંતુ એક્ટિંગ મારો પ્રથમ પ્રેમ છે. દુબેજીએ મને બેકસ્ટેજનું કામ આપ્યું. હું કાસ્ટ અને ક્રૂને ચા પીવડાવતો હતો અને સ્ટેજ પણ સાફ કરતો હતો. થોડાં સમય પછી મને નાના મોટા રોલ મળવા લાગ્યા. મને લીડ રોલની પણ તક મળી.' વર્ધન ચાર્લી ચેપ્લીન, કિશોર કુમાર અને અમરીશ પૂરીનો ફેન છે. તે પોતાના દાદાને પ્રથમ ગુરુ માને છે. તે કહે છે 'મારા માટે મારા દાદા ભગવાન સમાન છે જેમને હું પૂજું છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp